અમદાવાદમાં પરિણીત મહિલા પોલીસકર્મીના પ્રેમમાં પડેલો PSI થયો સસ્પેન્ડ

PC: pixabay.com

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી એક પોલીસ સ્ટેશનમાં એક PSI અને મહિલા પોલીસકર્મી વચ્ચે પ્રેમ પ્રકારનો કિસ્સો ચર્ચાઇ રહ્યો હતો અને હવે આ કિસ્સામાં અમદાવાદના ઝોન 7 DCP પ્રેમસુખ ડેલુએ PSIને ફરજ પરથી મોકૂફ કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તે માટે ACP કક્ષાના પોલીસ અધિકારીને તપાસ સોપવામાં આવી છે. એક એવી પણ માહિતી મળી રહી છે કે, ફરજમોકૂફ થયેલો PSI મહિલા પોલીસકર્મીને લઈને નજીકની હોટલમાં ગયો હતો અને જો કે, જે મહિલા પોલીસ સ્ટેશનના PSI સાથે હતી તે અગાઉથી પરિણીત હતી. આ ઘટનાને લઈને પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. 

રિપોર્ટ અનુસાર અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSIને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક પોલીસકર્મી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે મહિલા પોલીસકર્મી પરિણીત હોવા છતાં પણ તેને PSI સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને તેઓ બંને પોલીસ સ્ટેશનની નજીકમાં આવેલી એક હોટલમાં ગયા હતા. આ વાતની જાણ મહિલા પોલીસકર્મીના પતિને થતા તે હોટલે પહોંચ્યો હતો પરંતુ હોટલના સ્ટાફ દ્વારા મહિલાના પતિને હોટલની બહાર રોકી દેવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ હોટલમાં રહેલા PSIને કરવામાં આવી હતી.

તેથી PSI તાત્કાલિક મહિલા પોલીસકર્મીને સાથે લઈને બેઝમેન્ટમાં ચાલ્યો ગયો હતો અને પોતાની કારમાં મહિલાને છુપાવી દીધી હતી. અને ત્યારબાદ પોતે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલો બહાર આવતા મહિલા પોલીસકર્મી અને PSI વચ્ચેના પ્રેમ પ્રકરણ અંગેની તપાસ DCP ઝોન 7 પ્રેમસુખ ડેલુ દ્વારા ACP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસની તપાસમાં સામે આવ્યુ હતું કે, હોટલમાં PSI અને મહિલા પોલીસકર્મી ગયા હતા તે મામલે હોટલના CCTV ફૂટેજ સહિત હોટલના સ્ટાફના નિવેદન પણ પોલીસકર્મી દ્વારા લેવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસના અંતે પરિણીત મહિલા પોલીસકર્મીને હોટલમાં લઇ જનારા PSI સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો એટલે કે પરિણીત મહિલા પોલીસકર્મી સાથે પ્રેમ સંબંધ રાખવા મામલે PSIને અંતે સસ્પેન્ડ થવું પડ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp