સુરતની હીરા કંપનીએ 50907 હીરાથી બનાવી અનોખી વીંટી, ફૂલ જેવો આકાર અને કિંમત...

PC: navbharattimes.indiatimes.com

હરિ ક્રિષ્ના એક્સપોર્ટ્સ અને તેની ગ્રૂપ કંપની HK ડિઝાઇન્સે એક રિંગમાં જડેલા હીરાની મહત્તમ સંખ્યા જોઈન્ટ કરવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સુરત સ્થિત આ પેઢીએ પાછલાં દિવસોમાં 50,907 હીરાની એક જ વીંટી તૈયાર કરી હતી. કંપનીને તાજેતરમાં મુંબઈમાં આ ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલા પણ સુરતની અનેક પેઢીઓએ આવા પ્રયાસો કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે, જોકે તેમાં હીરાની સંખ્યા ઓછી હતી. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલી આ સિંગલ રિંગ (વિંટી)ની કિંમત અંદાજિત 65 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

50,907 હીરાની આ વીંટી બનાવવામાં કુલ નવ મહિનાનો સમય લાગ્યો હતો. જેમાં ડિઝાઈનથી લઈને ડાયમંડના કટિંગ અને ફિનિશિંગ સુધીની કામગીરી કરવામાં આવી હતી. આ વીંટી બનાવવામાં 18 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રીંગમાં કુલ આઠ ભાગ છે. આમાં પાંખડીઓના સ્તરો અને શેંક અને બટરફ્લાય સાથેની બે હીરાની ડિસ્કનો સમાવેશ થાય છે.

રીંગમાંના દરેક હીરાને કારીગરોની ટીમ દ્વારા હાથથી સેટ કરવામાં આવે છે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, આ વીંટીનું નામ યૂટીએરિયા રાખવામાં આવ્યું છે. જેનો અર્થ છે, પ્રકૃતિ સાથે એક થવું. આ વીંટી બનાવવાનો ઉદ્દેશ્ય પ્રકૃતિ સાથે મનુષ્યનું જોડાણ બતાવવાનો છે. HK Exportsના સ્થાપક અને ચેરમેન સવજી ધોળકિયાના જણાવ્યા અનુસાર, પર્યાવરણને સંતુલિત કરવા માટે અમે રિંગમાં જડેલા દરેક હીરા માટે એક વૃક્ષ વાવીશું.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલી આ વીંટીની વિશેષતા એ છે કે, તે સંપૂર્ણપણે રિસાયકલ કરેલ સામગ્રીમાંથી બનાવવામાં આવી છે. આમાં રિસાઇકલ ગોલ્ડ અને ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રિંગ બનાવવાનો રેકોર્ડ 11 માર્ચ, 2023ના રોજ HK ડિઝાઇન્સ અને હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના નામે નોંધાયેલો છે. કંપનીના MD ઘનશ્યામ ધોળકિયાના જણાવ્યા અનુસાર, અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી મહેનત માટે અમે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના આભારી છીએ. આ સિંગલ રીંગને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI) આ વીંટી 460.55 ગ્રામ સોનું અને 130.19 કેરેટ હીરાથી જડેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp