સુરતમાં TRB જવાને માથાભારે શખ્સની બાઈક રોકી લાકડી મારી, મળી મારી નાખવાની ધમકી

PC: news18.com

TRBના જવાનોની જવાબદારી ટ્રાફિક નિયમન કરાવવાની હોય છે પરંતુ કેટલીક વખત TRBના જવાનો કાયદો હાથમાં લઇને વાહન ચાલકોને રોકીને તેમની પાસેથી દંડની વસુલાત કરતા નજરે ચઢે છે. સુરતમાં TRB જવાનની દાદાગીરીના કિસ્સાઓ અવાર નવાર સામે આવી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં TRB જવાનોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત સુરતમાં TRB જવાનની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે પરંતુ આ વખતે વાહન ચાલક નહીં પણ TRBનો જવાન મુશ્કેલીમાં મુકાઈ ગયો. કારણ કે, TRB જવાને એક માથાભારે વ્યક્તિ સાથે ઝઘડો કર્યો અને તેને લાકડીથી માર મારવાનો પ્રયાસ કર્યો પણ TRB જવાનની આ ભૂલના કારણે તેને મળી મારી નાંખવાની ધમકી. જેથી હવે TRB જવાનને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો વારો આવ્યો છે.

રિપોર્ટ અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક TRB જવાનની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. રાત્રીના સમયે TRBના જવાને બાઈક લઇને પસાર થતા એક વ્યક્તિને ઉભો રાખ્યો હતો. TRBના જવાનની પાસે વાહન ચાલકોને ઉભા રાખવાની સત્તા ન હોવાના કારણે બાઈક ચાલકે TRBના જવાનને કહ્યું હતું કે, તમારી પાસે મને ઉભો રાખવાની સત્તા નથી. બાઈક ચાલકની આ વાત સાંભળીને TRBના જવાને બાઈક ચાલકને લાકડીથી માર મારવાનો પ્રયાસ કર્યો હતો. લાકડી છૂટી મારતા બાઈક ચાલક રોષે ભારાયો હતો. ત્યારબાદ TRBના જવાન અને બાઈક ચાલક વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો અને TRBના જવાને બાઈક ચાલકને લાકડીથી માર માર્યો હતો. આ ઘટનામાં સહન શક્તિ ગુમાવી બેસેલા બાઈક ચાલકે અંતે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે TRBના જવાનને મારી નાંખવાની ધમકી આપી હતી.

બાઈક ચાલકે TRBના જવાનને ચપ્પુ બતાવીને મારી નાંખવાની ધમકી આપી હોવાના કારણે રસ્તા પર લોકો આ દૃશ્યો જોવા માટે એકઠા થઇ ગયા હતા. જેના કારણે ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. આ ઘટનાને લઇને TRB જવાને બાઈક ચાલક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં મારી નાંખવાની ધમકી આપવા બાબતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે TRB જવાનની ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

એવી પણ વિગત સામે આવી રહી છે કે, TRBના જવાને જે વ્યક્તિ સાથે માથાકૂટ કરી હતી તે માથાભારે શખ્સની છાપ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, TRBના જવાનો પાસે વાહન ચાલકોને રોકવાની સત્તા નથી છતાં પણ તેઓ વાહન ચાલકને રોકીની દંડની વસુલાત કરે છે અને આ પ્રકારના કિસ્સાઓ અવાર નવાર સામે આવી રહ્યા છે. તેથી એવું પણ લાગી રહ્યું છે કે, શહેરના TRBના જવાનો પર પોલીસની રહેમ નજર હોય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp