સુરતમાં પતિની ચેલેન્જ પૂર્ણ કરવામાં પત્નીએ જીવ ગુમાવ્યો

PC: youtube.com

પતિ-પત્નીના સંસારિક જીવનમાં તકરાર થવી એ સામાન્ય બાબત છે. નાની-મોટી તકરાર પછી બંને વચ્ચે સમાધાન પણ થઇ જાય છે. પણ સુરતમાં એક પત્નીએ તેના પતિએ આપેલી ચેલેન્જને પૂરી કરવા માટે પોતાનો જીવ આપી દીધો.

એક રીપોર્ટ અનુસાર, સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા શ્રુતિ આવાસમાં લલિતાબેન તેમના પતિ સાથે રહે છે. એક દિવસ લલિતાબેનના ઘરે તેમના ભાઈ-બહેન જમવા માટે આવ્યા હતા. ત્યારે તે જ દિવસે પતિ ચંદ્રકાંતનો મિત્ર પણ ઘરે જમવા માટે આવવાનો હતો. મિત્ર જમવાના થોડા સમય પહેલા ઘરે આવ્યો પણ કામ આવી જવાના કારણે તે ચાલ્યો ગયો અને થોડીવાર પછી આવીને જમવાનું કહ્યું હતું. આ વાત અંગે પતિ ચંદ્રકાંતે લલિતાબેનને કહ્યું કે, તેના મિત્રના આવ્યા પછી બધા જમીશું. આ વાતને લઇને પતિ અને પત્ની વચ્ચે તકરાર થઈ હતી.

પતિની તકરારથી કંટાળીને પત્નીએ ફિનાઈલ પી લીધું હતું. જેના કારણે લલિતાબેનના ભાઈ-બહેને તેની સારવાર કરાવીને બચાવી લીધી હતી. પત્ની બચી ગયાની ખુશી મનાવવાના બદલે પતિ ચંદ્રકાંતે લલિતાબેન સાથે ફરીથી ઝઘડો કર્યો હતો. ઝઘડો કરતી વખતે પતિ ચંદ્રકાંતે લલિતાબેનને કહ્યું, તારામાં હિંમત હોય તો ફિનાઇલ પી જા. પતિની આ વાત સાંભળીને લલિતાબેન ફરીથી ફિનાઈલ પી ગયા હતા. જેથી તેંને ફરીથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન લલિતાબેનનું મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે લલિતાબેનના ભાઈ-બહેને લિંબાયત પોલીસ સ્ટેશનમાં ચંદ્રકાંત સામે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ચંદ્રકાંત સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp