26th January selfie contest

રાહુલ ગાંધીને જાણો ગુજરાતમાં કોણે કરી કિસ, જુઓ વીડિયો

PC: ANI

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે વલસાડના ધરમપુરમાં પ્રચાર કરવા માટે આવ્યા છે. રાહુલે ધરમપુરથી લોકસભાની ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કર્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા કાશ્મીરા મુંશીએ તેમને સ્ટેજ પર જ ગાલ પર કિસ કરી હતી. રાહુલ પણ અચાનક કિસથી હસવા માંડ્યા હતા. ત્યાર બાદ આ મહિલા નેતાએ રાહુલના ગાલ પણ પકડ્યા હતા.

રાહુલ ગાંધીએ આદિવાસી મતદારો ધરાવતા ધરમપુરના લાલડુંગરીથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. અહીંથી શરૂ થતો ચૂંટણી પ્રચાર કોંગ્રેસને ફળતો હોવાની માન્યતા છે. ઈન્દીરા ગાંધી અને સોનિયા ગાંધી પણ લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત વલસાડના લાલડુંગરીથી કરતા આવ્યા હતા.

રાહુલ ગાંધીનો આજનો કાર્યક્રમ

  • 1:30 કલાકે સુરત એરપોર્ટ પર આગમન
  • 1:45 કલાકે હેલિકોપ્ટર દ્વારા સભાસ્થળે
  • 2:15 કલાકે લાલડુંગરી સભા સ્થળે જશે
  • 2:25 કલાકે મંચ પરથી સભાને સંબોધશે
  • દિલ્હી જતા પહેલા પ્રદેશની ટીમ સાથે એરપોર્ટ પર બેઠક યોજશે.
  • રેલીમાં દક્ષિણ ગુજરાતમાંથી દોઢથી બે લાખની જનમેદ આવશે.
  • વલસાડના DSP સુનીલ જોશી, 7 DySP, 9 PI, 55 PSI, 520 પોલીસકર્મીઓ તથા 200 હોમગાર્ડના સ્ટાફને તૈનાત કરાયા છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp