'આપણું મોડાસા' સોશિયલ મીડિયા ગ્રુપે મૂકબધીર બાળકોને ઉંધિયું-જલેબી પીરસ્યું

PC: khabarchhe.com

રાજ્યમાં ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે રાજ્યમાં અત્યારે પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં મોડાસા સ્કૂલમાં અનોખી રીતે ઉતરાયણનો તહેવાર મનાવવામાં આવ્યો.

સોશિયલ મીડિયા પર આપણું મોડાસા પરિવાર દ્વારા મૂકબધીર બાળકોને ઉંધયું અને જલેબી પીરસવામાં આવી હતી. તેમજ તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આપણું મોડાસા પરિવાર ગ્રુપ સક્રિય છે. તેમને ઉતરાયણના તહેવારને લઈને મોંઘી દાટ દોરી કે પતંગની ખરીદી કરવાની જગ્યાએ ગ્રુપના લોકોને આવી સેવાકિય પ્રવૃતિ કરીને વધારે ખુશી મળી છે.

ત્યારે આ ગ્રુપ દ્વારા બપોરે બાળકોને ઉધિંયુ, જલેબી અને દૂધ પીરસવામાં આવ્યું હતું જેના પગલે વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હતા. જો કે સોશિયલ મીડિયા પર સક્રિયા આ ગ્રુપ દ્વારા અનેક સેવાભાવી પ્રવૃતિઓ કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ હોવાથી 12 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય યુવા દિન તરીકે મનાવામાં આવે છે.

જો કે ઉતરાયણ પહેલા સ્વામી વિવેકાનદંનો જન્મ દિવસ આવતો હોવાથી આ ગ્રુપ દ્વારા સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. તેમજ ભગીરથ કુમાવચ, હિતેન્દ્રભાઈ પંચાલ, નીતિનભાઈ પડંયા, રાકેશભાઈ પટેલ, નિલેશભાઈ જોશી,જયભાઈ અમીન, અમિતભાઈ કવી, અવિનાશભાઈ પ્રજાપતિ, અમિતભાઈ શાહ, રજનીબેન પરમાર, કલાબેન ભાવસાર મોડાસા પરિવાર ગ્રુપના મેમ્બર છે અને તેમના દ્વારા બહેરા મૂંગા સ્કૂલમા વિદ્યાર્થીઓને ઉંધિયુ જલેબી અને દુધ પીરસવામાં આવ્યું હતુ. છેલ્લા 7 વર્ષથી આ સેવાકાર્ય કરવામાં આવે છે. તેમજ સોશિયલ મીડિયા પર આપણું મોડાસા પરિવાર ગ્રુપ સક્રિય છે અને લોકોની મદદ માટે હંમેશા તૈયાર હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp