સુરતમાં સી આર પછી હવે નવો પાટીલ પાવર ઉભો થઇ રહ્યો છે

સુરતમાં સી આર પાટીલ એક કોન્સ્ટેબલથી આજે ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સુધી પહોંચ્યા છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે તેમને સર્વે સર્વા માનવામાં આવતા કેટલાંક તો એમને ગુજરાતના સુપર CM તરીકે પણ કહેતા હતા. સી આર પાટીલ સુરતમાં છત્રપતિ શિવાજી મહારાજની જિંદગી પર આધારિત જાણતા રાજા કૃતિ લાવ્યા હતા અને એ પછી તેઓ વધારે ફેમસ થયા હતા.

હવે સુરતમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરનાર સુનિલ પાટીલ અને સમ્રાટ પાટીલ નામના બે ભાઇઓનો પણ ઉદય થઇ રહ્યો છે. દુનિયાની સૌથી મોટી કથાનું આયોજન કરીને હવે આ પાટીલ બંધુઓનો હેતુ પણ રાજકીય લાગી રહ્યો છે.

સુનિલ પાટીલ ગરીબ પરિવારમાંથી આજે ટેક્સટાઇલ મેન્યુફેકચરીંગમાં મોટું નામ થઇ ગયું છે. તેમનું ઇશિતા હાઉસ ચાલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp