દેશમાં વધુ એક શરમજનક ઘટના બની રાજકોટમાં, પડોશીએ આચર્યું દુષ્કર્મ

PC: timesheadline.com

હજુ તો કઠુઆ અને ઉન્નાવા દોષીઓને સજા મળી નથી તેમાં બે દિવસ પહેલા સુરતમાંથી 11 વર્ષની બાળકીની લાશ મળી આવી હતી. જેના શરીર પર 86 જેટલા ઈજાના નિશાન મળી આવ્યા હતા. ઘટનાના 10 દિવસ પછી પણ પોલીસને બાળકી અને તેના પરિવાર અંગે કોઈ જાણકારી મળી નથી, તેવામાં વળી રાજકોટમાં 9 વર્ષની બાળકી સાથે પણ દુષ્કર્મ થયું હોવાની વાત જાણવા મળી છે.

રાજકોટના ગાંધીગ્રામમાં નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. શહેરના રૈયા ચોકડી નજીક રહેતી અને બીજા ધોરણમાં ભણતી 9 વર્ષની માસુમ બાળકી પર તેના પડોશી ભરવાડે દુષ્કર્મ કર્યું હોવાની તેની માતાએ ફરિયાદ નોંધાવી છે.

ઘટના અંગેની મળેલી વિગતોમાં બાળકીના પડોશમાં રહેતા 24 વર્ષના આરોપી કમલેશ ઉર્ફ મુરલી કાળુ ભરવાડે ટીવી જોવાના બહાને બાળકીને ઘરમાં બોલાવીને બિભત્સ ફિલ્મ બતાવીને તેની સાથે ખોટું કામ કર્યું હતું. તેણે છેલ્લા પંદર દિવસમાં ત્રણ વખત તેની સાથે છેડછાડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

માતાની ફરિયાદ પ્રમાણે રવિવારે બાળકી યુવક સાથે મળી આવી હતી અને બાળકીની પૂછપરછ કરતા તેણે તેની એકલતાનો લાભ લઈને બળાત્કારની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાનો ખુલાસો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp