રેમડેસિવિર પછી હવે આ ઇન્જેક્શનની અછત... દર્દીના સ્નેહીજનો રઝળપાટ કરે છે

PC: statnews.com

ગુજરાતમાં રેમડેસિવિર પછી ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનની અછત વર્તાઇ રહી છે. આ ઇન્જેક્શન કોરોના સંક્રમણના ગંભીર દર્દીને જીવતદાન આપી શકે છે. ગંભીર કોવિડ દર્દીઓને રૂપિયા ખર્ચવા છતાં આ ઇન્જેક્શન મળી શકતા નથી.

ગુજરાત સરકાર એવો દાવો કરે છે કે કોરોનાની સારવારમાં વપરાતા ઇન્જેક્શનનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે પરંતુ ઘણી હોસ્પિટલોમાં હજી પણ રેમડેસિવિલ, ઓક્સિજન, બેડ અને અન્ય સાધનોની અછત વર્તાઇ રહી છે. હવે ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન નહીં મળતાં દર્દીઓ જોખમી બની રહ્યાં છે.

હોસ્પિટલમાં દર્દીના સગાં આ ઇન્જેક્શન મેળવવા કલાકો સુધી ભટકે છે છતાં ઇન્જેક્શન મળતા નથી. રાજ્યના આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીને પૂછતાં તેમણે કહ્યું હતું કે આ ઇન્જેક્શન બહારથી મંગાવવા પડે છે. અંદાજે 40 હજારનું આ ઇન્જેક્શન અત્યારે હોસ્પિટલમાં નહીંવત છે. ઇન્જેક્શનનો નવો જથ્થો 25મી એપ્રિલ પછી આવે તેવી સંભાવના છે.

કોવિડના ક્રિટીકલ દર્દીને આ ઇન્જેક્શન આપીને જીવ બચાવવામાં આવે છે. આ ઇન્જેક્શન ગુજરાતમાં હાલ ક્યાંય પણ મળતું નથી. બજારમાં તે ઉપલબ્ધ નથી. ઘણી જગ્યાએ આ ઇન્જેક્શનનની મૂળ કિંમત કરતાં વધારે વેચાણ કિંમત વસૂલ કરવામા આવી રહી છે.

અમદાવાદ મેડીકલ એસોસિયેશનના પ્રમુખ ડો. કિરીટ ગઢવીનું કહેવું છે કે રેમડેસિવિરની જેમ ટોસિલિઝુમેબની પણ દર્દીના સ્નેહીઓ દ્વારા કરવામાં આવતી પેનિક બાઇંગના કારણે અછત સર્જાઇ છે. આ ઇન્જેક્શન અંતિમ સ્ટેજમાં આપવામાં આવતું હોય છે પરંતુ શરૂઆતના સ્ટેજમાં આપી દેવામાં આવે છે.

જાણકારો કહે છે કે પેનિક સિયુએશનના કારણે ઘણીવાર આવી અછત સર્જાય છે. સિનિયર ડોક્ટરો એવી અપીલ કરી રહ્યા છે કે તબીબો પોતાના દર્દીને બચાવવા બધુ જ કરે પરંતુ જ્યાં જરૂર ન હોય ત્યાં ઇન્જકેશનની માગણીથી દૂર રહે. કારણ કે ઘણીવાર જરૂર હોય તેવા દર્દી કરતા ન જરૂર હોય તેના માટે ઇન્જેકશનનો જથ્થો ભરી રાખવામાં આવતો હોય છે. જરૂર પડશે તે બીકે પણ અમુક લોકો ઇન્જેક્શન લઇ રાખતા હોય છે. એટલે તે વખતે આવી અછતા સર્જાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp