સુપ્રીમની ફટકાર પછી કોરોના મૃતકોના પરિજનોને 10 જ દિવસમાં સહાય ચૂકવી દેવા આદેશ

PC: ndtv.in/india-news

સુપ્રીમ કોર્ટમાં ઝાટકણી પછી સફાળી બનેલી ગુજરાત સરકારે કોરોનામાં મૃતકોના પરિવારજનોને માત્ર 10 દિવસમાં સહાય ચૂકવવાનો આદેશ કર્યો છે. આ આદેશ રાતોરાત કરવામાં આવ્યો છે. એસડીઆરએફમાંથી સહાયની રકમ બેન્કના એકાઉન્ટમાં સીધી જમા કરી દેવામાં આવશે.

ગુજરાત સરકારે ગુરુવારે મોડી રાત્રે આદેશ જારી કરીને કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓના વારસદારને અરજીના માત્ર 10 દિવસમાં જ સહાયની ચૂકવણી કરી દેવાની સૂચના આપી હતી. મહેસૂલ વિભાગે રાજ્યના તમામ કલેક્ટર સહિત સબંધિત સરકારી વિભાગોને આ આદેશ આપ્યો છે.

જે અંતર્ગત એસડીઆરએફ માંથી સહાયની રકમ ચૂકવવામાં આવશે. સહાય માટે જારી કરવામાં આવેલા નવા ફોર્મમાં અરજદારના નામમોબાઇલ નંબરઆધાર નંબરકોરોના મૃતક સાથેના સંબંધ તથા એકથી વધુ વારસદારના કિસ્સામાં અન્ય વારસદારની સંમતિની એફિડેવિટ તથા બેન્ક ખાતાની વિગતો માગવામાં આવી છે.

આદેશની સાથે એક ફોર્મ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આ ફોર્મમાં માગવામાં આવેલી વિગતો મેળવીને માત્ર 10 દિવસમાં સહાયની ચૂકવણી કરવા જણાવાયું હતું. આ સાથે ગાંધીનગરના 61 કોરોના સહાય લાભાર્થીઓનુ લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાની સહાયના મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની આકરા શબ્દોમાં ટીકા કર્યા બાદ ગુજરાત સરકારને આ આદેશ કરવાની ફરજ પડી છે.

અમદાવાદમાં સિટી સિવિક સેન્ટર પર કોરોના સહાય ફોર્મ જમા કરાવવાની શરૂઆત કરવામાં આવી છે..જેમાં ડેથ સર્ટિફિકેટમાં કોરોનાનો ઉલ્લેખ ના હોય તેવા લોકો માટે અલગથી ફોર્મ વિતરણ કરવામા આવે છે..કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના પરિવારજનો માટે કેન્દ્ર સરકારે સહાય ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યા છે.જેમાં અમદાવાદમાં 60 સિલિક સેન્ટરો પરથી ફોર્મ વિતરણ કરવામાં આવે છે.

અમદાવાદમાં અત્યાર સુધીમાં મોતનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી પરંતુ 60 સિવિક સેન્ટરો પર કુલ 15000 ફોર્મ મૂકવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનએ 3,357 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યાનો દાવો કર્યો છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી મોટી સંખ્યામાં લોકો અરજીઓ જમા કરાવી રહ્યા છે. એવી જ રીતે રાજ્યના બીજા શહેરો અને જિલ્લાઓમાં કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓના સ્નેહીજનો ફોર્મ ભરી 10 દિવસમાં સહાય મેળવી શકે તેવી વ્યવસ્થા શરૂ કરવાના આદેશ કરવામાં આવ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp