પ્રમુખ બનાવવા કોંગ્રેસે લેખિત વચન આપ્યું પછી ફરી ગઈ, હવે બધું જ ગુમાવશે

PC: google

નડિયાદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં બળવો થયો છે. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષ દ્વારા આપવામાં આવેલાં આદેશની અવગણના કરીને સમાંતર ફોર્મ ભરેલાં છે. કોંગ્રેસનો આંતરિક ગજગ્રાહ બહાર આવ્યો છે. ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે બે-બે ઉમેદવારીપત્રો ભરાયા છે.

માતર તાલુકા પંચાયતની કુલ 20 સભ્યોમાંથી 13 બેઠક કોંગ્રેસ પાસે છે. આમ સ્પષ્ટ બહુમતી હોવા છતાં હવે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના મત વિસ્તારની સરહદ પર આવેલા માતરમાં ભાજપને ફાયદો થાય તેવી શક્યતા છે. ભાજપ પાસે 6 કોર્પોરેટર છે. જે કોંગ્રેસના બળવાખોરોને મત આપીને તેમને જીતાડવા માટે 13 જૂને મદદ કરશે.

આમ થાય તો કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. પ્રથમ વખત મહિલા પ્રમુખ માટે અનામત હોવાથી કોંગ્રેસમાં બે મહિલા પ્રમુખ માટે દાવેદાર હતા. જેમાં સજ્જનબેન કાળીદાસ પરમારને પ્રમુખ બનાવાયા હતા. જ્યારે બીજા દાવેદાર વિમળા પરમારને નેતાઓએ વચન આપ્યું હતું કે, તેમને અઢી વર્ષ પછી પ્રમુખ બનાવવામાં આવશે. આવું વચન મૌખિક નહીં પણ લેખિત આપવામાં આવ્યું હતું. પણ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી બદલાઈ જતાં અને અમતિ ચાવડા આવી જતાં આ વચન પણ ફોક થયું હોવાનું કોંગ્રેસ માનતી હોય તેમ અન્યને પ્રમુખ બનાવવા વ્હીપ આપવમાં આવ્યો હતો.

પણ કોંગ્રેસના નેતાઓએ તે વચન પાળ્યું ન હોવાથી હવે વિમળા પરમારે પણ પક્ષના સત્તાવાર ઉમેદવાર ઘનશ્યામ મકવાણાની સામે ફોર્મ ભર્યું છે. આમ થતાં કોંગ્રેસ સત્તા ગુમવે તેવી શક્યતા ઊભી થઈ છે. ઉપપ્રમુખ માટે સૂર્યકાંત પટેલનું નામ કોંગ્રેસ દ્વરા નક્કી કરાયું છે. જ્યારે તેમની સામે કોંગ્રેસના જ બુધા ગોહિલે ફોર્મ ભરી દેતાં કોંગ્રેસ સત્તા ગુમાવી રહી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp