અમદાવાદમાં APMC મેટ્રો બ્રિજ નીચે લટકી રહ્યો છે મોતનો સામાન

PC: youtube.com

જો તમે અમદાવાદમાં રહો છો અને મેટ્રોના બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા છો તો ચેતી જજો. કારણ કે, મેટ્રોના બ્રિજ નીચે લટકી રહ્યો છે, મોતનો સામાન, જે ગમે ત્યારે ગમે તેના પર પડી શકે છે.

અમદાવાદમાં મેગા મેટ્રો સ્ટેશનોનું નિર્માણ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે, પરંતુ જે APMCનું જે મેટ્રો સ્ટેશન બની રહ્યું છે તેની નીચેથી પસાર થતા લોકોના માથે મોતનું સંકટ મંડરાઈ રહ્યું છે. આવું કહેવા પાછળનું કારણ એ છે કે, મેટ્રોના બ્રિજ નીચે ગ્રીન કલરનું કપડું અને નેટ બાંધીને તેમાં લોખંડનો કાટમાળ ભરવામાં આવ્યો છે અને આ કાટમાળના કારણે નેટમાં વધારે વજન થઈ ગયું છે, જેના કારણે હવે પરિસ્થિતિ એવી થઇ ગઈ છે કે, આ કાટમાળ નેટ તોડીને ગમે ત્યારે નીચે પડી શકે શકે છે અને બ્રિજ નીચેથી પસાર થતા વાહનચાલકો માટે આ મોતનો સામાન બની શકે છે.

આ મામલે સ્થાનિકોનું કહેવું છે કે, છેલ્લાં 6થી 7 માસથી આ ઘન કચરો આજ હાલતમાં બ્રિજની નીચે લટકો રહ્યો છે. આ બાબતે અનેકોવાર રજૂઆત કરવા છતાં પણ આ બાબતે કોઈ ધ્યાન આપતું નથી. થોડા દિવસો પહેલા કોઈ કારણોસર એક જાળી સળગી હતી, જેના કારણે થોડો કાટમાળ ખાલી કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા સમય પછી પાછો એ કાટમાળ ભરી દેવામાં આવ્યો.

સ્થાનિક લોકોએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, તંત્રએ તાકીદે આ કચરો હટાવી લેવો જોઈએ. જો ભૂલેચૂકે નેટ તૂટીને નીચે પડે તો આવતા જતા લોકોને જીવનું જોખમ છે. એટલે તાકીદે આ કચરો હટાવી લેવો જોઈએ અને તેના માટે યોગ્ય પગલાં ભરવા જોઈએ. હવે આ સમગ્ર મામલે જોવાનું એ રહે છે કે, તંત્ર કોઈ મોટી દુર્ઘટના પછી આ કાટમાળ હટાવવાની કામગીરી છે કે, એ પહેલા આ કાટમાળ હટાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp