અમદાવાદમાં આ ઇસમે ચારધામની યાત્રાના નામે દિવ્યાંગ બાળકો સાથે કરી છેતરપિંડી

PC: youtube.com

અમદાવાદ શહેરમાં આવેલા અપંગ માનવ મંડળના કેટલાક બાળકો સાથે એક ઇસમે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. અપંગ વિદ્યાર્થીઓને ચારધામની યાત્રા કરાવવાના બહાને પૈસા પડાવી લેતા આરોપીને પોલીસે જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

એક રીપોર્ટ અનુસાર, અમદાવાદ શહેરના IIM પાસે આવેલા અપંગ માનવ મંડળના બાળકોને ચારધામની યાત્રા કરવાનો મોકો મળતા તેઓ ખૂબ જ ખુશ હતા. દર્પણ નામનો વ્યક્તિ એક મહિના પહેલા અમદાવાદના અપંગ માનવ મંડળમાં ગયો હતો અને ત્યાં તેણે દિવ્યાંગ બાળકોને ચારધામની યાત્રા કરાવવાનું કહ્યું હતું. ત્યારબાદ થોડા દિવસો પછી બાળકોને યાત્રાએ લઇ જવાનું કહીને બસમાં બેસાડીને વૈષ્ણોદેવી સર્કલ અને નાના ચિલોડા લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં બસને ચાર કલાક ઊભી રાખવામાં આવી હતી. બસ ઊભી રાખવાનું કારણ એ હતું કે, દર્પણે બસના સંચાલકોને એક પણ રૂપિયો આપ્યો ન હતો અને દર્પણ બસ પાસે આવ્યો જ નહીં. ત્યારબાદ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા જાણવા મળ્યું હતું કે, દર્પણે દિવ્યાંગ બાળકો સાથે છેતરપિંડી કરી છે.

સમગ્ર ઘટનાને લઇને પોલીસે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બાળકોને ચારધામની યાત્રાએ લઇ જવા માટે એક માણસે આયોજન કર્યું હતું. જેમાં ડિસેબલ બાળકોના પેરેન્ટ્સ અને તેના કેર ટેકરને ઓછી ફી ભરીને યાત્રાએ લઇ જવાનું નક્કી કર્યું હતું જેમાં એક વ્યક્તિ પાસેથી 12,000-15,000 લેખે 1,20,000 રૂપિયા ભેગા કરી અન્ય દાતાઓ પાસેથી હું બાળકોને ચારધામની યાત્રાએ લઇ જાવ છું. તેવું કહીને અલગ-અલગ રકમના ચેક લીધા હતા.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ચીટીંગ કરવાનું કારણ આપતા તેણે જણાવ્યું હતું કે, મારી ઉપર દેવું થઇ ગયું હતું. ઉપરાંત તેની પાસે આજીવિકાનું કોઈ પણ સાધન નથી. એટલે દરેક લોકો પાસેથી નાની-મોટી ચીટીંગ કરવી તેની આદત છે, આ બાબતે હવે તપાસ કરવામાં આવી રહી છે કે, આ ચીટીંગમાં તેની સાથે બીજું કોઈ સંડોવાયેલું છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp