26th January selfie contest

અમદાવાદની મહિલાએ મેસેજ કર્યો- 'મારા ઘરે આવી જાઓ મારા પતિ સુરત ગયા છે' અને પછી...

PC: news18.com

અમદાવાદ શહેરમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવક કે જે શહેરના આંબાવાડી વિસ્તારનો રહેવાસી છે અને પોતે અસારવામાં ખાતે દુકાન ચલાવી વેપાર કરે છે તે આ ઘટનાનો ભોગ બન્યો છે. આ 30 વર્ષીય યુવકનો સંપર્ક એક મહિલા સાથે એક એપ્લિકેશનના માધ્યમથી થયો હતો. મેસેજ આવતા જ યુવકે પણ વાતચીત શરૂ કરી અને ત્યાર બાદ આ યુવક અને મહિલા વચ્ચે મુલાકાત થવા લાગી હતી. આમ બંને એકબીજાની નજીક આવતા મહિલાએ આ યુવકને ઘરે બોલાવી તેની સાથે શારીરિક સબંધો બાંધી આ યુવક પાસેથી 2.70 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જો કે આ સમગ્ર ઘટનાને લઈને યુવકે ચાંદખેડા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો આશરે વિસેક દિવસ પહેલા આ યુવકના મોબાઇલ ફોનમાં કવેક-કવેક નામની એપ્લિકેશનમાં કવિતા નામની મહિલાનો મેસેજ આવ્યો હતો. આ મેસેજ બાદ યુવક અને કવિતા વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ હતી થોડા દિવસો સુધી વાત કર્યા બાદ આ બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. ત્યાર બાદ બંનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે પણ કરી હતી અને Instagram તથા WhatsApp મારફતે આ યુવક કવિતા સાથે વાતો કરવા લાગ્યો હતો.

આશરે બારેક દિવસ પહેલા કવિતાએ આ યુવકને વોટ્સએપ પર મેસેજ કરી પોતાના ઘરનું લોકેશન મોકલી આપ્યું હતું અને બાદમાં યુવકને ઘરે બોલાવ્યો હતો. જેથી યુવક કવિતાના ચાંદખેડા ખાતેના ઘરે ગયો હતો. જ્યાં બંનેએ સાથે બેસીને વાતચીત કરી હતી અને ત્યારબાદ આ યુવક કોફી પીને કવિતાના ઘરેથી નીકળી ગયો હતો.

યુવતી જબરદસ્તી યુવકને બેડરૂમમાં લઇ ગઇ હતી

ત્યારબાદ થોડા દિવસ પછી કવિતાએ WhatsAppમાં આ યુવકને મેસેજ કરીને જણાવ્યું હતું કે, કાલે તમે મારા ઘરે આવી જાઓ મારા પતિ સુરત ગયા છે, મારે તમારી સાથે વાતચીત કરવી છે. આ મેસેજ જોયા બાદ યુવક બપોરના સમયે કવિતાના ઘરે ગયો હતો. કવિતાના ઘરે પહોંચ્યા બાદ યુવક અને કવિતા બંને જણા બેસીને વાતો કરવા લાગ્યા હતા. જે દરમિયાન કવિતાએ પોતાના ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો અને ત્યારબાદ તે યુવકને પોતાના બેડરૂમમાં લઈ ગઈ હતી.

બેડરૂમમાં પહોંચ્યા બાદ કવિતા પોતાના કપડા ઉતારી યુવકનો હાથ પકડી તેને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવા લાગી હતી. ત્યારબાદ બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા.

ઘરનો દરવાજો બંધ હોવા છતાં અચાનક બે પુરુષો આવ્યા

કવિતા અને યુવક વચ્ચે શારીરિક સંબંધ બંધાયા બાદ ઘરનો દરવાજો બંધ હોવા છતાં અચાનક એક શખ્સ ઘરમાં આવી ગયો હતો અને યુવક સાથે મારા-મારી કરવા લાગ્યો હતો. આ સાથે જ આ શખ્સ દ્વારા યુવકને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. જો કે ત્યારબાદ અચાનક અન્ય એક શખ્સ પણ ઘરમાં આવ્યો અને તેણે પોતાની ઓળખ રમેશ તરીકે આપી તેમજ પોતે વકીલ હોવાનું કહી તે ફરિયાદી યુવકને માર મારવા લાગ્યો.

ત્યાર બાદ યુવકનો ફોન આ શખ્સોએ લઈ લીધો અને પોતે વકીલ હોવાનું કહી રહેલા રમેશે આ યુવક પાસે પાંચ લાખ રૂપિયાની માંગ કરી અને સાથે ધમકી પણ આપી કે જો તેના દ્વારા પૈસા નહીં આપવામાં આવશે તો તેને બળાત્કારના કેસમાં ફસાવી દેવામાં આવશે.

જો કે યુવકે પોતાની પાસે પાંચ લાખ રૂપિયા ન હોવાનું કહેતા રમેશની સાથે રહેલા અન્ય એક શખ્સે 70 હજાર રૂપિયા માંગી સેટલમેન્ટ કરાવી આપવાની ઓફર કરી. આથી યુવકે 70 હજાર રૂપિયા પેલા અન્ય શખ્સને ઓનલાઇન ટ્રાન્સફર કર્યા. જો કે આટલામાં પણ આ ચાલબાજોને સંતોષ નહીં થતાં આ શખ્સો દ્વારા આ યુવક પાસે ફરી બે લાખ રૂપિયા માંગવામાં આવતા યુવકે ફરીથી બે લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા.

આમ કુલ 2 લાખ 70 હજાર રૂપિયા આપ્યા બાદ પણ થોડા દિવસ પછી Instagram ઉપર આ યુવકને મેસેજ આવ્યો હતો કે 'તું ડર મત તેરા પ્રુફ મેરે પાસ સેવ હે મેં વકીલ હું તું બાર-બાર ક્યુ ડર રહા હૈ' તેવું કહી વધુ પૈસા માગતા આ યુવકે તેને બ્લોક કરી દીધો અને તાત્કાલિક સમગ્ર ઘટના અંગે ચાંદખેડા પોલીસને જાણ કરતા પોલીસે કવિતા રમેશ અને અન્ય એક શખ્સ સામે ગુનો નોંધી યુવકની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp