અલગ-અલગ રાજ્યના મંદિરમાં ચોરી કરનારા ત્રણ મોંઘી કાર સાથે અમદાવાદમાં પકડાયા

PC: news18.com

રાજ્યમાં મંદિરોમાં ચોરી થતી હોવાના ઘટનાઓ અવાર નવાર સામે આવી છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા એવા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કે તેઓ અલગ-અલગ રાજ્યોના મંદિરમાં ચોરી કરતા હતા. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આ ત્રણ આરોપીઓ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગોવામાં અલગ-અલગ મંદિરોમાં ચોરી કરી ચૂક્યા છે.

અલગ-અલગ રાજ્યોના મંદિરમાં ચોરી કરતા ગેંગના ઇસમોના નામ સુરેશ સોની, ધર્મેન્દ્ર રાવ અને જગદીશ કુમાવત છે. સુરેશ અમદાવાદના મણીનગરનો રહેવાસી અને અન્ય બીજા બે આરોપીઓ રાજસ્થાનના સિરોહીના રહેવાસી છે. પોલીસે આ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તેમની પાસેથી I20 કાર પણ જપ્ત કરી હતી. પોલીસે જ્યારે સુરેશ, જગદીશ અને ધર્મેન્દ્ર નામના ત્રણ આરોપીઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, આરોપીઓ જે મંદિરમાં ચોરી કરવાનો પ્લાન બનાવતા હતા ત્યાં તેઓ પહેલા રેકી કરતા હતા. જો મંદિરની આસપાસ CCTV હોય તો તેઓ ત્યાં ચોરી કરતા નહોતા. જે મંદિરની આસપાસ CCTV કેમેરા લગાવવામાં આવ્યા નહોય તે મંદિરમાં જ ચોરી કરતા હતા.

પોલીસની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું હતું કે, આ ત્રણેય આરોપીએ રાજસ્થાનમાં એક મંદિરમાં ચોરી કરતા સમયે પૂજારીની હત્યા કરી હતી. આ ઉપરાંત રાજસ્થાનના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને તેમની રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને નોર્થ ગોવાના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે.

આ બાબતે ક્રાઈમ બ્રાંચના ACPએ જણાવ્યું હતું કે, જે ત્રણ ચોર આરોપીઓની પકડવામાં આવ્યો છે તેઓ ખૂબ જ રીઢા આરોપીઓ છે. અગાઉ તેઓ એક મંદિરમાં ચોરી કરવા ગયા હતા તે વખતે તેમને મંદિરના પૂજારીની હત્યા કરી નાંખી હતી.

તો બીજી તરફ અમદાવાદની દાણીલીમડા પોલીસે બાતમીના આધારે MD ડ્રગ્સની સપ્લાય કરનારા ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, ડ્રગ્સની સપ્લાય કરતો એક વ્યક્તિ અમદાવાદનો છે. તેનું નામ રઝીન સૈયદ છે. તેને મુંબઈના ડ્રગ્સ ડીલરની પાસેથી વેચાણ કરવા માટે તેને ડ્રગ્સ મંગાવ્યું હતું, તેથી મુંબઈનો ઈરફાન અને સર્જીવ રઝીન અમદાવાદની હોટેલમાં ડીલ કરવા માટે આવ્યા હતા અને પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp