ગરમીનો પારો ચડ્યો: અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ, UV ઈન્ડેક્સ 9 નોંધાયો

PC: businessdaily.co.zw

અધિક જેઠ માસની શરૂઆત થઈ ગઈ છે અને સૂર્ય પોતાની કાળઝાળ ગરમી વરસાવી રહ્યો છે. રાજ્યમાં હિટવેવનું વાતાવરણ છવાયેલું છે ત્યારે આજના દિવસે અસહ્ય ગરમી રહેશે. ગુજરાત રાજ્યમાં આજે સૌથી વધારે તાપમાન કંડલા એરપોર્ટ પર 45.2 ડિગ્રી અને અમદાવાદમાં 44.4 ડિગ્રી નોંધાયું છે, જેથી ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા આવનારા બે દિવસમાં સમગ્ર ગુજરાતમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે અલ્ટ્રાવાયોલેટ ઈન્ડેક્સ 9 જેટલો ઊંચો નોંધાયો હતો, જેનાથી લોકો ચામડી દાઝી જાય એવી ગરમીમાં ત્રાહિમામ પોંકારી ઉઠ્યા હતા. ગુજરાતના 13 શહેરોમાં આજે 40 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું છે.

ઉનાળાની ગરમી એટલી વધી ગઈ છે કે 11 વાગ્યા સુધીમાં જ તાપમાનનો પારો 37ને આંબી જાય છે. આ સખત ગરમીને કારણે લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે, જેથી રસ્તાઓ સુમસામ થઈ ગયા છે. લોકો માથાના અને પેટના દુખાવાથી માંડીને ડિહાઈડ્રેશન જેવી સમસ્યાના ભોગ બની રહ્યા છે.

UV ઈન્ડેક્સ શું છે?

UV ઈન્ડેક્સ એટલે અલ્ટ્રાવાયોલેટ રેડિએશન ઈન્ડેક્સ. સૂર્ય માથા પર હોય એટલે કે બપોરે બે વાગ્યે UV કિરણોની અસર થાય છે. આ કિરણો સીધા ચામડી પર અસર કરે છે. તે ચોક્ક્સ સ્થળ અને સમય પ્રમાણે સૂર્યના કિરણોના અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનની શક્તિનું આંતરરાષ્ટ્રીય માપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp