કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરે આ બાબતે લખ્યો CMને પત્ર

PC: facebook.com/Alpeshthakorfansclub

રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉનમાં છેલ્લા બે મહિનાથી લોકોનાં ધંધા-ઉદ્યોગો બંધ રહ્યા હતા. તેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોકડાઉનમાં રાજ્ય સરકાર દ્વાર રાજ્યન તમામ રાસનકાર્ડ ધારકોને ફ્રીમાં અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજ્યની તમામ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીનો તમામ ખર્ચ પણ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. ત્યારે હવે લોકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઇને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રાજ્યના લોકોને બે મહિનાના વીજબીલમાં રાહત આપવામાં આવે તેવી રજૂઆત કરી છે.

અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકારને પત્રમ રજૂઆત કરી છે કે, કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે આપવામાં આવેલા લોકડાઉનના પરિણામે રાજ્યની મોટાભાગની જનતા પોતાના ઘરમાં જ સમય પસાર કરી રહી છે. વધુમાં ઉનાળાના દિવસો હોવાથી વીજ વપરાશ પણ સરેરાશ કરતા વધુ થઇ રહ્યો છે. આપ લોકોની લાગણીને સમજનારા વ્યક્તિ છો, તેથી જ આપના દ્વારા માર્ચ અને એપ્રિલના માસના વીજબીલ ભરવાની મુદ્દત 30 મે 2020 સુધી લંબાવવામાં આવી છે. તેમજ વીજ બીલમાં પણ LT ગ્રાહકોને ફીક્સ ચાર્જ, ડીમાન્ડ ચાર્જ, વાસૂલવામાંથી મૂકતી આપવામાં આવી છે. આ ઉપરાંત ફ્યૂલ ચાર્જમ પણ 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા 59 દિવસના લોકડાઉનના પરિણામે આટલી સહાય પૂરતી નથી તેથી આપને વિનંતી છે કે, ગરીબ, ખેડૂત તથા મધ્યમ વર્ગના લોકોનું એપ્રિલ અને મે માસના વીજબીલમાં રાહત આપવામાં આવે. ગુજરાત સરકારે ચોક્કસથી આ દિશામાં વિચારવું જોઈએ.

અલ્પેશ ઠાકોરે આ બાબતે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારને અપીલ કરવા માંગું છું કે, આ 59 દિવસના લોકડાઉનના કારણે ગુજરાતની સામાન્ય જનતા તમામ લોકોના ધંધા રોજગાર બંધ છે. રોજ કમાઈને રોજ ખાનારો વર્ગ છે તેને તકલીફ પડી રહી છે. તેના  માટે સરકારે ખૂબ જ સારા પગલાં લીધા છે પરંતુ બે મહિનાના વીજબીલમાં સહાય કરવામાં આવે માફી આપવામાં આવે તો હું માનું છું કે, ગુજરાત સરકારનું ખૂબ સારું અને માનવતા પૂર્ણ કદમ હશે. મને સંપૂર્ણ શ્રધ્ધા છે કે, આ સંવેદનશીલ સરકાર અને આ સંવેદનશીલ મુખ્યમંત્રી વીજબીલમાં માફી આપશે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકારે નોન કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર આવતા ધંધા, ઉદ્યોગ, દુકાનો અને ઓફિસો ખોલવાની છૂટ આપવામાં આવી છે પરંતુ લોકોને કામ શરૂ થયા પછી તરજ આવકની શરૂઆત થવાની નથી. તેથી કેટલીક સામાજિક સંસ્થા રાજ્યમાં ભાડૂઆતોનું ભાડું માફ કરવા બાબતે કોઈ ઠરાવ કરવા બાબતે CMને રજૂઆત કરી રહી છે. ત્યારે હવે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પણ લોકોની મુશેકેલીના નિવારણ માટે CMને પત્ર લખીને રાજ્યની જનતાને બે મહિનાના વીજબીલમાં રાહત આપવાની રજૂઆત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp