અલ્પેશ ઠાકોરે આ મુદ્દે ભાજપ સરકારને આપ્યું અલ્ટિમેટમ

PC: facebook.com/alpeshthakorektamanch

ગાંધીનગરમાં છેલ્લા 64 દિવસથી અનામત વર્ગની મહિલાઓ સરકારની સામે 1-08-2018ના પરિપત્રને રદ્દ કરવાની માગણી સાથે આંદોલન કરી રહી છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આ મહિલાઓના સમર્થનમાં આવ્યા છે. આ ઉપરાંત હવે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે 48 કલાકમાં આ બાબતે સરકારને નિર્ણય લેવા અલ્ટીમેટમ આપ્યું છે.

અલ્પેશ ઠાકોરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા 64થી વધારે દિવસોથી OBC, SC/STની દીકરીઓ આંદોલન કરી રહી છે. એક એવો ગેરબંધારણીય ઠરાવ કરવામાં આવ્યો, જે ઠરાવ ગરીબોના અધિકારીઓ પર તરાપ મારવા બરાબર છે અને એવા ઠરાવના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ દિવસ પહેલા તમામ આગેવાનોની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં એવી બાંહેધરી આપવામાં આવી છે કે, આ અન્યાયકારી ઠરાવને રદ્દ કરવામાં આવશે અથવા તો તેમાં સુધારા કરવામાં આવશે. આજે ત્રણ દિવસ થયા પરંતુ હજુ ઠરાવ નથી કરવામાં આવ્યો. હું રાજ્ય સરકારને અપીલ કરું છું કે, 48 કલાકની અંદર આનો નિવેડો લાવો નહીંતર સોમવારે ગાંધીઆશ્રમથી ગાંધીનગર સચિવાયલ સુધી એક પદયાત્રા કરીશ.

રાજ્ય સરકારને ૪૮ કલાકમાં નિર્ણય કરવાની અપીલ..

Posted by Alpesh Thakor on Thursday, 13 February 2020

અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, આ પદયાત્રા સંવિધાનિક અધિકારોના રક્ષણ માટે અને જતન માટે, ગરીબોના ઉત્થાન માટે, ગરીબોના રક્ષણ માટેની હશે. આ પછી પણ આપ કોઈ નિર્ણય નહીં કરો તો ગાંધીનગર પહોંચ્યા પછી આગામી રણનીતિ નક્કી કરીશું. મને ભરોષો છે કે, રાજ્ય સરકાર ત્વરિક નિર્ણય કરશે. છેલ્લા બે દિવસથી કેટલાક લોકો ગુજરાતમાં અનાજકતા ફેલાવવાના પ્રયાસો કરી રહ્યા છે તેમને પણ કહેવા માંગું છું કે, આ મારું અને તમારું ગુજરાત છે. ગુજરાતને અશાંતિ તરફ દોરવાનો કોઈ પ્રયાસ નહીં કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp