
ગુજરાતમાં ભરઉનાળે વર્ષા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં હજુ 48 કલાક સુધી માવઠાનું સંકટ યથાવત રહેશે તેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 24 કલાક સુધી વરસાદની આગાહી છે. જામનગર, અમરેલી, ભાવનગર, રાજકોટ, કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે છે. 48 કલાક બાદ રાજ્યમાં તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં 3-4 ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે. મોટા ભાગના જિલ્લામાં 40 ડિગ્રીએ પારો પહોંચવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 9 મેના રોજ અમદાવાદમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાત માટે આગામી દિવસો કપરા રહેવાના છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક હજુ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આગામી 24 કલાક વરસાદ પડવાનુ જોખમ છે. બીજી બાજુ સૌરાષ્ટ્રમાં આજે જામનગર, અમરેલી, ભાવનગર, રાજકોટ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ સમયમાં તાપમાન વધશે. આગામી દિવસોમાં રાજ્યમાં 3-5 ડિગ્રી તાપમાન વધશે.
અમદાવાદમાં આગામી દિવસોમાં તાપમાન 42 ડિગ્રી રહેવાની સંભાવના છે. એટલું જ નહીં, મોટા ભાગના જિલ્લાઓનું તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર જ રહેશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓનું તાપમાન વધુ રહેશે. 9 મેથી અમદાવાદમાં યેલો અલર્ટ અપાયું છે. બંગાળના અખાત બાદ અરબસાગરમાં પણ મેના અંતમાં વાવાઝોડું આવશે. હવામાન વિભાગે કરેલી આ આગાહીના કારણે હાલ હાહાકાર મચી ગયો છે. કારણ કે, આ વખતે આ વાવાઝોડુંથી ગુજરાતને પણ સીધું જોખમ થઈ શકે તેમ છે.
બંગાળના અખાતમાં આવનારા મોચા વાવાઝોડાને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વાવાઝોડું ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાવશે. બંગાળના અખાત બાદ અરબસાગરમાં પણ મે મહિનાના અંતમાં વાવાઝોડું આવશે. વાવાઝોડાને કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મે મહિનાના અંતથી જૂનના પહેલા અઠવાડિયા સુધીમાં ગુજરાત ઉપર વાવાઝોડાની અસર વર્તાશે. જો વાવાઝોડું ઓમાન તરફ ફંટાશે તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ લાવશે. નહિતર દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ લઈને આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત પર આ વાવાઝોડું સંકટ લાવી શકે છે.
આગામી તારીખ 10-18 મે વચ્ચે આ વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. જેને કારણે ગુજરાતમાં ભારે નુકસાની થઈ શકે છે. ખાસ કરીને આ વાવાઝોડુંની બીજી અસર એવી પણ થશે કે જે અરબસાગરનો ભેજ શોષી લઈ ગુજરાતમાં ગરમીનો અનુભવ કરાવશે. આ સમયે ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રીની ઉપર જવાની સંભાવના છે. આ વાવાઝોડુંના કારણે ઓરિસ્સા સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મંગળવારે વાવાઝોડુંનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને વાવાઝોડું અંગે IMDની આગાહીને પગલે કોઈ પણ ઘટના માટે તૈયાર રહેવા જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp