અમિત શાહ અમદાવાદ કોર્ટમાં હાજર રહેશે

17 Sep, 2017
04:30 PM
PC: Facebook.com/pg/AmitShah.Official

2002માં થયેલા કોમી તોફાનના કેસમાં ભાજપના પૂર્વ મંત્રી માયા કોડનાની તરફે સાક્ષી આપવા ભાજપના રાષ્ટ્રીય મંત્રી અમિત શાહ જુબાની આપવા કોર્ટમાં આવશે.

આ કેસના આરોપી અને જમીન ઉપર છૂટેલા માયા કોડનાનીએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે અમદાવાદના નરોડમાં થયેલા તોફાન સાથે તેમને કોઈ નિસ્બત નથી, તેઓ બનાવ વખતે ગુજરાત વિધાનસભામાં હતા . કોડનાનીએ પોતાના સાક્ષી તરીકે અમિત શાહને બોલાવવાની માંગણી કરી હતી.

કોર્ટ દ્વારા અમિત શાહને સમન્સ મોકલવામાં આવતા તેઓ કોર્ટમાં હાજર રહી જુબાની આપશે, તોફાન સંદર્ભમાં સાક્ષી આપનાર પહેલા રાષ્ટ્રીય પ્રમુખ છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.