જેમના નામથી અમરેલીના લોકો ધ્રુજતા હતા, તે હવે લોકોને હાથ જોડી રહ્યો છે

PC: khabarchhe.com

જિલ્લામાં એક પોલીસ સુપ્રિટેન્ડન્ટ અને  શહેરમાં એક પોલીસ કમિશનર સાથે આવે તો કાયદાને ખીસ્સામાં મૂકી ફરતા ગુંડાઓ અને પૈસા અને સત્તાના જોરે પોલીસ ઉપર રોફ મારી રહેલા નેતાઓને પોલીસ  તેમની હેસીયત બતાડી શકે છે. અમરેલીમાં બીટકોઇન કેસમાં અમરેલીના SP જગદીશ પટેલ અને પોલીસ ઈન્સપેક્ટર અનંત પટેલની ધરપકડ થતાં અમરેલી ક્રાઈમ બ્રાન્ચમાં કોઈ આવવા તૈયાર નહોતા, આ સમય ગાળામાં અમરેલીની કાયદો અને વ્યવસ્થા સાવ ખાડે ગઈ હતી, કારણે જો પોલીસ અધિકારીને જ માત્ર પૈસામાં રસ હોય તો નાના પોલીસ કર્મચારીઓ પણ તે જ રસ્તે આગળ ચાલે છે.

પરંતુ બે મહિના પછી અમરેલીની SPની ખાલી જગ્યા ઉપર ગૃહ વિભાગે પોલીસ સુપ્રિટેન્ડન્ટ તરીકે નીર્લિપ્ત રાયને મૂકતા હવે અમરેલી પોલીસમાં જ કામ કરવાનો જુસ્સો પાછો આવ્યો છે, અમરેલીમાં કેટલાક ગુંડા તત્ત્વોએ અમરેલીને માથે લીધું હતું, અમરેલીમાં કેટલીક ગેંગો પણ સામ-સામે આવી ગઈ હતી અને તે જાહેરમાં એક બીજા ઉપર જાહેરમાં ચાકુ વડે હુમલો પણ કરી દેતા હતા, જાણે તેમને મન કાયદાનું અસ્તિત્વ જ નહોતું. નીર્લિપ્ત રાયે સૌથી પહેલા અમરેલીના જિલ્લાના મોટા ભાગના પોલીસ ઈન્સપેક્ટરોની આંતરિક બદલી નાખી અને બધાને તાકીદ કરી કરી કાયદા પ્રમાણે કામ કરજો અને કાયદો તોડનારને કાયદાની તાકાત બતાડજો.

અમરેલીના કુખ્યાત ઈરફાન ટાલકી ઉપર હરિફ ગેંગ દ્વારા ભરબજારમાં ચાકુ વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો, DSP નીર્લિપ્ત રાયે અમરેલી પોલીસને સુચના આપી કે અમરેલીના તમામ ગુંડાઓની યાદી તૈયાર કરો અને તેમને સમજાય છે તે જ ભાષામાં તેમની સાથે વાત કરો, નીર્લિપ્ત રાયના આદેશ બાદ અમરેલી પોલીસ હરકતમાં આવી અને ગુંડાઓને પકડી તેમની ભાષામાં સમજાવવા લાગી, જે ગુંડાઓને રંજાડને કારણે અમરેલીના લોકો ધ્રુજતા હતા તેમનું સરઘસ બજારમાં કાઢવામાં આવ્યુ અને આં ગુંડાઓ લોકોને હાથ જોડી માફી માગી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp