સુરતમાં દર્દીનો મૃતદેહ 10થી 12 કલાકે મળે છે, સ્મશાનમાં પણ 8 કલાકનું વેઇટિંગ

PC: youtube.com

ટેક્સટાઇલ સિટી અને ડાયમંડ સિટી સુરત કોરોના પોઝિટિવ કેસ ખૂબ જ વધી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, સુરતમાં પ્રતિદિન 500 કરતાં પણ વધારે પોઝિટિવ કેસો સામે આવ્યા છે. ત્યારે સુરતમાં 240 કરતાં વધુ લોકોના પ્રતિનિધિ મોત થતાં હોવાની ચર્ચાઓએ ખૂબ જ જોર પકડ્યું છે. સુરતના અલગ-અલગ સ્મશાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાઇનો લાગી છે અને સ્મશાનમાં પણ ડેડબોડીને ઉપાડવા માટે બે કલાક જેટલું વેઇટિંગ હોય તેવું દેખાઈ રહ્યું છે.

મળતી માહિતી અનુસાર સુરતની ખાનગી હોસ્પિટલ અને કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ ગઇ છે. તો બીજી તરફ મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં રોજ 240 જેટલા સરેરાશ લોકોનાં મૃત્યુ થતાં હોવાના આંકડાઓથી હડકંપ મચી ગયો છે. તો બીજી તરફ દરેક સ્મશાનોમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટેની જગ્યા પણ ઓછી પડી રહી હોય તેવું સામે આવી રહ્યું છે. અશ્વનિકુમાર સ્મશાનગૃહમાં સરેરાશ પ્રતિદિન 112 જેટલા અંતિમ સંસ્કાર થાય છે. આ ઉપરાંત કુરુક્ષેત્ર સ્મશાન ગૃહમાં 75 અને ઉમરા સ્મશાન ગૃહમાં 53 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. તો બીજી તરફ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે વેઇટિંગ હોવાના કારણે ટોકન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે.

કોરોનાની સારવાર ઘરમાં જ લઈ રહેલા લોકોમાં પણ મૃત્યુઆંક વધી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહને મેળવવા માટે પણ પરિવારના સભ્યોને 12 કલાક કરતાં વધુ વેઇટિંગ કરવું પડી રહ્યું છે. આ ઉપરાંત 12 કલાક પછી મૃતદેહ મળે છે પરંતુ સ્મશાનગૃહમાં મૃતદેહને અગ્નિસંસ્કાર કરવા માટે આઠથી દસ કલાક જેટલું વેઇટિંગ કરવું પડી રહ્યું છે. પરિસ્થિતિ એટલી બધી વકરી ગઈ છે કે સરકારી હોસ્પિટલની પાછળના ભાગમાંથી મૃતદેહોને એમ્બ્યુલન્સમાંથી સીધા સ્મશાનમાં લઈ જવામાં આવી રહ્યા છે. જેના કારણે સ્મશાનગૃહમાં પણ મૃતદેહોની લાઈનો જોવા મળી રહી છે.

અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સરેરાશ 100થી 125 જેટલા મોત થઈ રહ્યા છે અને શહેરના સ્મશાનગૃહમાં 3થી 4 કલાકનું વેઇટિંગ હોવાનું સામે આવી રહ્યું છે. તો વડોદરાની મોટી હોસ્પીટલોમાં સરેરાશ 10થી 15 જેટલા મૃત્યુ થાય છે અને રોજ 40થી 50 લોકોના અંતિમ સંસ્કાર થાય છે. આજ રીતે રાજકોટમાં પણ સરેરાશ 50 જેટલા લોકોના મોત થઇ રહ્યા છે અને પ્રતિદિન હોસ્પિટલોમાંથી 25થી 30 ડેડબોડીનો નિકાલ થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોના ભરડો લીધો છે અને સંક્રમણ બેકાબૂ થતા હવે લોકોને પણ તંત્ર નિયમોનું પાલન કરવાની અપીલ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp