દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસરે વડોદરા એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી

PC: PIB

એસ.કે. ઘોટિયા PVSM VSM ADC, 05 એપ્રિલથી 07 એપ્રિલ 2021 દરમિયાન વડોદરા એર ફોર્સ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા. એર ફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના અધ્યક્ષા નિર્મલા ઘોટિયા પણ આ મુલાકાતમાં તેમની સાથે જોડાયા હતા. બેઝના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર પી.વી.એસ. નારાયણ અને એર ફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (સ્થાનિક)ના અધ્યક્ષા દિપાલી નારાયણ તેમના સ્વાગતમાં આવ્યા હતા.

AOC-ઇન-Cને તેમના આગમન સમયે 'ગાર્ડ ઓફ ઓનર' પ્રસ્તૂત કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એર માર્શલને સ્ટેશનની વર્તમાન પરિચાલન તૈયારીઓ અને પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે બેઝ ખાતે વિવિધ પરિચાલન ઇન્સ્ટોલેશન્સનું નિરીક્ષણ કર્યું હતું અને ઉચ્ચ કક્ષાની પૂર્વતૈયારીઓ જાળવી રાખવા બદલ સ્ટેશનને અભિનંદન પાઠવ્યા હતા.

આ મુલાકાત દરમિયાન, એર માર્શલે સ્ટેશનના કર્મીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. તેમણે સંગઠનાત્મક લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે ગતિશિલ અભિગમ અપનાવવાની જરૂરિયાતને રેખાંકિત કરી હતી અને કર્મીઓને એર ફોર્સની ગરીમાપૂર્ણ પરંપરાઓ જાળવી રાખવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે તમામ કર્મીઓને હાલમાં ચાલી રહેલી કોવિડની પરિસ્થિતિ સામે જરૂરી સાચવેતીઓ લેવા માટે અનુરોધ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp