આણંદ: કેતકી વ્યાસ મહાખેલાડી છે, ભાજપના મોટા નેતા સુધી છેડા છે, અગાઉ પણ...

આણંદના કલેકટર ડી.એસ. ગઢવીની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાવવાનો કારસો રચનાર કેતકી વ્યાસ સહિત ત્રણને કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા,પંરંતુ કોર્ટે મંગળવાર સુધીના એટલે કે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કલેકચરની ઓફિસમાં મહિલાને મોકલીને કાવતરામાં ફસાવનાર કેતકી મોટી ખેલાડી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આણંદના કલેકટર ડી. એસ. ગઢવીને સરકારે થોડા દિવસો પહેલા સસ્પેન્ડ કરી દીધા હતા. કલેકટકનો એક આપત્તિજનક વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયો હતો. એ પછી સરકારે 3 મહિલા અધિકારીઓની તપાસ કમિટી આનાવી હતી.
ગુજરાત ATSએ જ્યારે તપાસ હાથ ધરી તો એડિશનલ કલેકટર કેતકી વ્યાસનું ષડયંત્ર બહાર આવ્યું હતું. કેતકી વ્યાસ અને તેને સહયોગ આપનાર જયેશ પટેલ અને હરીશ ચાવડાએ કલેકટરની ચેમ્બરમાં સ્પાય કેમેરા ફીટ કરી દીધા હતા. જમીનની ફાઇલો પાસ કરાવવા માટે આખું તરકટ ઉભું કરવામાં આવ્યું હતું. કલેકટરની ઓફીસમાં છોકરીને મોકલવામાં આવી હતી અને એ છટકામાં કલેકટર આબાદ સપડાઇ ગયા હતા.
ગુજરાત એડમિનીસ્ટ્રેટીવ સર્વિસ (GAS) ના એડીશનલ રેસિડન્ટ કલેકટર તરીકે કેતકી વ્યાસ કામ કરે છે. કેતકી વ્યાસ સહિત 3 સામે ખંડણી, કાવતરુ અને આઇટી એક્ટ હેઠળ ગુના નોંધાયા છે.
સૂત્રોના કહેવા મુજબ કેતકી વ્યાસ પહેલેથી અઠંગ ખેલાડી છે તેના ભાજપના અનેક મોટા માથા સુધી છેડા લંબાયેલા છે. કેતકી અગાઉ પણ કાંડ કરી ચૂકી છે.
સૂત્રોનું કહેવું છે કે અગાઉ કેતકી વ્યાસનું મહેસાણામાં પોસ્ટિંગ હતું ત્યારે તે ખોટું કારણ આપીને રજા પર ઉતરી ગઇ હતી અને દ્રારકા ફરવા ગઇ હતી. મહેસાણાના એક દિગ્ગજ નેતાએ કેતકી વ્યાસ સામે કાર્યવાહી નહીં કરવાની સુચના આપી હતી.
જાણવા મળેલી વિગત મુજબ કેતકી વ્યાસે 4 મહિના પહેલા ચીટનીસ જયેશ પટેલને કહ્યુ હતું કે કલેકટર ડી. એસ.ગઢવી મને પરેશાન કરે છે. કેતકી વ્યાસે જયેશ પટેલ હરીશ ચાવડા સાથે મળીને કલેકટરની ઓફીસમાં સ્પાય કેમેરા ગોઠવવાની યોજના બનાવી હતી. કલેકટરની ઓફીસમાં કોઇ છોકરીને મોકલીને પ્રેમજાળમાં ફસાવવાનો તખ્તો ગોઠવાયો હતો. તે વખતે એવું નક્કી થયુ હતું કે જમીનની ફાઇલો ક્લીયર થયા પછી જે રૂપિયા મળશે તે સરખે ભાગે વહેંચી લઇશું.
કલેકટર ડી એસ ગઢવીનો મહિલા સાથેનો આપત્તિજનક વીડિયો ઉતારીને પાછો કલેકટરને બતાવીને ધમકી આપવામાં આવી હતી કે ફાઇલો પાસ કરો નહીં તો આ વીડિયો વાયરલ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp