સુરતના દિવ્યાંગ વૃદ્ધે વેસ્ટમાંથી બનાવી ઈ-રિક્ષા, આનંદ મહિન્દ્રા બોલ્યા..

PC: mensxp.com

જો તમારી પાસે કંઇક કરવાની કુશળતા હોય તો તમને કોઈ રોકી શકે એમ નથી. આવી જ કંઇક કહાની છે ગુજરાતના 60 વર્ષીય વિષ્ણુ પટેલની. જે ભલે દિવ્યાંગ છે, પણ તેમના ટેલેન્ટ વિશે સૌ કોઈ જાણે છે. વિષ્ણુ પટેલ, બેકાર સામાનોનો ઉપયોગ કરીને બેટરીથી ચાલતી બાઈક બનાવે છે, જેના દ્વારા પર્યાવરણને કોઈ પ્રકારનું નુકસાન પહોંચતું નથી.

જણાવી દઈએ કે, સુરતમાં રહેનાર વિષ્ણુ નાનપણથી સાંભળી નથી શકતા. તેમણે 2017માં સમાચાર એજન્સીને આપેલા એક ઈન્ટવ્યૂમાં જણાવેલું કે, અત્યાર સુધીમાં તેમણે બેટરીથી ચાલતી 7 બાઈક બનાવી છે.

આ દરેક બાઈકને તેમણે વેસ્ટ મટીરિયલમાંથી બનાવી હતી. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયોને શેર કરતા એક યૂઝરે આનંદ મહિન્દ્રાને ટેગ કર્યા હતા. ત્યાર બાદ આનંદ મહિન્દ્રાએ પણ આ વિષ્ણુ પટેલનો વીડિયો તેમના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો.

આનંદ મહિન્દ્રાએ લખ્યું, શાનદાર કહાની. હું તેમના સુધી પહોંચી શકુ તેવી કોશિશ કરીશ. અને જોઈશ કે શું હું તેમના કામમાં રોકાણ કરી શકું છું. હું આ કહાનીથી ઘણો પ્રેરિત થયો છું, આપણા દેશમાં ખૂબ સારી પ્રતિભા છે, જે ઓળખ મળવાની રાહ જોઈ રહી છે.

આનંદ મહિન્દ્રાએ નાના ઉદ્યમિઓ માટે એક રાશિ સ્થાપિત કરવાની ઘોષણા કરી અને વિષ્ણુ પટેલના કામમાં રોકાણ કરવાની પણ વાત કરી.

આ કારણે સોશિયલ મીડિયા પર લોકો તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

વિષ્ણુ પટેલની વાત કરીએ તો, તેઓ દિવ્યાંગો માટે એવી બાઈક બનાવવા માગે છે, જેમાં તેઓ પોતાના પરિવારની સાથે સરળતાથી સફર કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp