ગરબામાં બબાલ મામલે આનંદીબેનના પૌત્રએ પોલીસ પર કર્યા આક્ષેપ

PC: facebook.com

અમદાવાદમાં નવરાત્રીના નવમાં નોરતે સેપ્ટ યુનિવર્સિટીમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ ગરબા રમવા જેવી નજીવી બાબતે તકરાર કરીને યુનિવર્સિટીના વિદ્યાથીઓ અને સિક્યોરીટી ગાર્ડને માર માર્યો હતો. ઇસમોએ ચપ્પુ જેવા હથિયારોથી બાઉન્સરો અને કેટલાક વિદ્યાર્થીઓને ઘાયલ પણ કર્યા હતા. આ ઘટનાને પગલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ આ સમગ્ર મામલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પૌત્ર ધર્મ પટેલે ફેસબુક પર એક પોસ્ટ અપલોડ કરીને રોષ ઠાલવ્યો હતો. ધર્મ પટેલે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ અપલોડ કરી છે, તેમાં દારૂ અને ડ્રગ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

I am writing this post as an alumnus of CEPT University. It deeply pesters me that the CEPT Navratri which was once...

Posted by Dharm Patel on Tuesday, 8 October 2019

પોસ્ટમાં ધર્મ પટેલે જણાવ્યું છે કે, સેપ્ટમાં દારૂ, ડ્રગ્સ અને અસામાજિક તત્ત્વોના આતંકથી દુખી છું. સેપ્ટના પૂર્વ વિદ્યાર્થી તરીકે મારી લાગણી દુભાય છે. સેપ્ટના ગરબામાં બહારના લોકોને એન્ટ્રી ન હોવા છતાં પણ તેમને એન્ટ્રી મળે છે, ગરબાના આયોજનમાં મેનેજમેન્ટ સદંતર નિષ્ફળ રહ્યું છે.

ધર્મ પટેલે એક વાતનો ઉલ્લેખ કર્યો છે કે, 21 વર્ષનો એક વિદ્યાર્થી આ ગરબાનું મેનેજમેન્ટ કરે છે અને તે મમેનેજમેન્ટમાં ક્યાંક ખામી રહી ગઈ હોય તેવું સામે આવી રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, સેપ્ટ યુનિવર્સિટીના ગરબામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવતો નથી, છતાં પણ કેટલાક ઇસમો ઓળખાણથી યુનિવર્સિટીના ગરબામાં પ્રવેશ કરે છે અને ગરબામાં આતંક ફેલાવે છે. હવે જોવાનું એ રહે છે કે, પોલીસ દ્વારા આ ત્રણ ઇસમો સામે કેવા પ્રકારના પગલા ભરવામાં આવે છે.

આ સમગ્ર ઘટના એવી હતી કે, નવમાં નોરતે સેપ્ટમાં ગરબા બંધ થયા હતા અને ત્યારબાદ ત્રણ જેટલા ઇસમોએ આયોજકોને ગરબા શરૂ રાખવાનું કહીને આયોજકો અને બાઉન્સરો સાથે દાદાગીરી કરી હતી. બાઉન્સરે દાદાગીરી કરનાર ઇસમને ધક્કો મારીને જમીન પર પછાડી દીધો હતો. પછી અસામાજિક તત્ત્વએ છરી હવામાં ફેરવીને બાઉન્સરો અને કેટલાક વિદ્યાર્થીઓ ને ઘાયલ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp