મુંબઈથી અમદાવાદ જતા આર્મીમેનની કારનો વાપી પાસે ટ્રક સાથે અકસ્માત, પરિવારનો બચાવ

PC: DainikBhaskar.com

રાજ્યમાં અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના વલસાડ જિલ્લાના વાપીમાં સામે આવી છે. આ ઘટનામાં કાર વચ્ચે ટ્રક અકસ્માત સર્જાયો હતો. પણ સદનસીબે આ ઘટનામાં કારમાં સવાર તમામ લોકોનો બચાવ થયો હતો. ઘટનાને લઇને હાઈ-વે રસ્તા પર ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા.

રિપોર્ટ અનુસાર એક આર્મીમેન તેના પરિવારના સભ્યોની સાથે મુંબઈથી અમદાવાદ તરફ કાર લઈને આવી રહ્યા હતા. તે સમયે વાપી ઓવરબ્રીજ પર જ એક ટ્રકનું ટાયર ફાટ્યું હતું. ત્યારબાદ ટ્રકનું સંતુલન બંગળ્યું હોવાના કારણે તે રસ્તા પર જતાં અન્ય એક ટ્રક સાથે અથડાયો હતો અને એ બીજો ટ્રક રસ્તા પર જતી આર્મીમેનની કાર સાથે અથડાયો હતો. આ ઘટનામાં આર્મીમેનની કારના પાછળના ભાગનો કચ્ચરઘાણ બોલી ગયો હતો પરંતુ સદનસીબે આ ઘટનામાં કારમાં સવાર એક પણ વ્યક્તિને ઈજા થવા પામી ન હતી.

ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હોવાના કારણે મુંબઈ સુરત હાઈ-વે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો અને વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. તો આ અકસ્માતની ઘટના બાદ આર્મીમેનની પત્નીએ રસ્તા પર ટ્રક ચલાવનાર ડ્રાઈવરનો કોલર પકડયો હતો અને તેને માર માર્યો હતો. તેથી અન્ય રાહદારીઓ વચ્ચે પડ્યા હતા અને તેમને સમગ્ર મામલે સમાધાન કરાવ્યું હતું. આ ઘટનાને લઇને મોટી સંખ્યામાં લોકો ટોળે વળ્યા હતા પરંતુ હજુ સુધી આ ઘટના બાબતે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. આર્મીમેનની પત્નીએ જ્યારે ટ્રક ચાલકને માર્યો ત્યારે તેને બે હાથ જોડીને રસ્તા વચ્ચે જ માફી માગી હતી. તો અકસ્માતની ઘટનામાં કોઈને ઈજા ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ ધંધુકા બગોદરા રોડ પર એક અકસ્માતની ઘટના બની હતી. હરીપુરા પાટીયા પાસસે સોમવારે વહેલી સવારે એક ઇકો કાર રસ્તાની સાઈડમાં ઉભેલા ટ્રકની પાછળ અથડાઈ હતી. આ ઘટનામાં ઇકો કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. આ ઘટનામાં ચાર મહિલાના મોત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. બીજી તરફ રાહદારીઓએ 108ની માહિતી આપતા 108 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. 108ના આરોગ્યકર્મીઓએ કારમાં ફસાયેલા લોકોને ભારે જાહેમદ બાદ બહાર કાઢ્યા હતા. તો પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp