ઓનલાઈન ફ્રોડમાં પોલીસ આ કલમનો ઉપયોગ કરીને ગુમાવેલા પૈસા પરત અપાવી શકે છે

PC: economictimes.indiatimes.com

ઘણીવાર મોબાઈલમાં આવેલી કોઈ લીંક પર ક્લિક કરતાની સાથે જ બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપડી જવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. ઘણા લોકોને આ બાબતે કઈ કાર્યવાહી કરવી તેના વિશેની માહિતી ન હોવાના કારણે તેઓને તેમના પૈસા પરત મળતા નથી પરંતુ પૈસા ઉપાડતાની સાથે જ પોલીસને તાત્કાલિક માહિતી આપવામાં આવે તો પોલીસ CRPCની કલમ 91નો ઉપયોગ કરીને તમારા પૈસા તમને પરત અપાવવા માટે સક્ષમ છે. પોલીસ CRPCની કલમ 91 અનુસાર બેંક, વોલેટ કંપની અથવા તો ઓનલાઈન શોપિંગ કંપનીઓને સમન્સ મોકલીને તેમની પાસેથી સાયબર ક્રિમીનલની તમામ માહિતી મેળવી શકે છે અને આ માહિતીના આધારે આરોપીને પકડી શકે છે.

CRPCની કલમ 91 દ્વારા પોલીસને ટ્રાંજેકશન કોને કર્યું છે, ટ્રાંજેકશન ID, ટ્રાંજેકશન ક્યારે કરવામાં આવ્યું છે, આ ટ્રાંજેકશનથી કોના ખાતામાં પૈસા જમા થયા છે, લોકોના ખાતામાંથી ઉપાડી ગયેલા રૂપિયા બ્લોક કરવા સહિતની તમામ માહિતી કંપની પોલીસને આપવા માટે બાધ્ય છે. જો કોઈ બેંક, વોલેટ કંપની અથવા તો ઓનલાઈન શોપિંગ કંપનીઓ માહિતી આપવાની ના પાડે અથવા તો અધૂરી માહિતી આપે તો પોલીસ તે કંપની સામે  IT એક્ટની કલમ 43-A, 67-C અને 85 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરી શકે છે આવું સાયબર એક્સપર્ટ સ્નેહલ વકીલનાનું કહેવું છે. 

ઓનલાઈન ફ્રોડથી બચવા માટે મેસેજ પર આવેલી કોઈ પણ પ્રકારની લીંક ક્યારેય ખોલવી નહીં, ખરીદી કરતા સમયે હંમેશા કેશ ઓન ડીલીવરી કે, VPP ઓપ્શનની જ પસંદગી કરવી, તમારા મોબાઈલમાં આવતો OTP, UPI કે, પીન નંબર કોઈની સાથે શેર કરવા નહીં, જ્યારે સાયબર ક્રાઈમના શિકાર બનો ત્યારે તાત્કાલિક સાયબર સેલ પોલીસમાં જઈને ફરિયાદ કરવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp