કોરોનાના કેસ વધતા આરોગ્ય સચિવ બીજી વાર સુરત દોડી આવ્યા, લેવાયો મહત્ત્વનો નિર્ણય

PC: twimg.com

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યના પ્રતિદિન સરેરાશ 500 જેટલા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ અનલોક-2માં આજથી રાજ્ય સરકારે લોકોને વધારે છૂટછાટ આપી છે. સુરતમાં અનલોક-1 દરમિયાન મોટા ભાગના ધંધા ઉદ્યોગો ખુલ્યા હતા. છૂટછાટ મળતા સુરતનો ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ પણ શરૂ થયો છે. તંત્ર દ્વારા હીરાના કારખાનાઓમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે રત્નકલાકારોને કામ કરવાની છૂટ આપવામાં આવી હતી. અનલોક બાદ કોરોનાનું જોખમ સુરતના હીરા ઉદ્યોગ પર તોળાઈ રહ્યું છે. સુરતમાં રત્નકલાકારોના વધારે પોઝિટિવ કેસ સામે આવતા સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના 80% જેટલા હીરાના કારખાનાઓ બંધ કરાવ્યા છે. સુરતમાં હાલ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 4,700ને પાર કરી ગઈ છે.

સુરતમાં પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થવાના કારણે રાજયના આરોગ્ય સચીવ ડૉક્ટર જંયતિ રવિ બીજી વખત સુરતની મુલાકાતે આવ્યા હતા. 30 જૂનના રોજ આરોગ્ય સચીવ ડૉક્ટર જંયતિ રવિ, સુરત મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર રહી ચૂકેલા મિલિન્દ તોરવણેએ સુરત મહાનગરપાલિકાના કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ અને ડૉક્ટરોની સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સુરતમાં રત્નકલાકારોમા કોરોનાના કેસ વધવાનું મુખ્ય કારણ રત્નકલાકારો સાથે બેસીને કામ કરતા હોવાથી સામાજિક અંતરના અભાવે સંક્રમણ વધ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આરોગ્ય સચીવ ડૉક્ટર જંયતિ રવિએ વધતા જતા કેસ બાબતે જણાવ્યું હતું કે, સુરતમાં જે રીતે કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેને જોતા બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. 100 વેન્ટીલેટર પણ સુરતમાં આવી ચૂક્યા છે. એટલા માટે દર્દીને સારવાર પૂરી પાડવા માટે સરકારી કે, ખાનગી હોસ્પિટલમાં વેન્ટીલેટરની કોઈ કમી નથી. દિલ્હીથી સુરતને વેન્ટીલેટર ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની બેઠકમાં આરોગ્ય સચીવ ડૉક્ટર જંયતિ રવિએ જણાવ્યું હતું કે, કેટલાક કિસ્સાઓમાં લોકોના ઘરે સારવાર શક્ય નથી. એટલા માટે હોટેલોની સાથે કરાર કરીને હોસ્પિટલને હોમકેમમાં ફેરવવામાં આવે. હોટેલમાં સ્પેશિયલ રૂમ અને પ્રાઈવેટ બાથરૂમની વ્યવસ્થા હોવાના કારણે તેમાં હોમ આઇસોલેસનની સારવાર આપી શકાય છે. જે દર્દીને હોસ્પિટલની અંદર દાખલ કરવાની જરૂર નથી અને તે ઘરે સારવાર લઇ શકે છે પરંતુ દર્દીના ઘરે હોમ આઇસોલેશનની સુવિધા ન હોય તેવા દર્દીને આઇસોલેશનમાં રાખવા માટે હોટેલ સાથે પણ કરાર કરવામાં આવશે. આ ઉપરાંત તેમને એવું પણ કહ્યું હતું કે, ખાનગી હોસ્પિટલ વધારે ચાર્જ લેતી હોવાની કોઈ પણ ફરિયાદ મળશે તો તેના પર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp