તળાવ અને ચેકડેમમાંથી નીકળતી માટીના જીવંત બેકટેરિયાથી ઉતારો વધુ મળે છે

PC: cloudfront.net

તળાવમાંથી અને ચેકડેમમાંથી નીકળતી માટી ભલેને કાળી અને ગોરમટી એમ મિકસ હોય, પણ ઇ માટી યુરિયા, એમોનિયા, નાઇટ્રોજન કે ફોસ્ફરસ જેવા કૃત્રિમ ખાતર વગરની હોય છે. આ માટી અમારા ખેતરોમાં નાખવાથી ખેતરોમાં જીવંત બેકટેરિયા વધે છે. કૃત્રિમ ખાતરવાળા અમારા ખેતરમાં અમે અળસિયાંવાળું વર્મી કમ્પોસ્ટ ખાતર નાખીએ તોય અમને જોઇએ એવો ફાયદો નહોતો મળતો, જયારે તળાવ કે ચેકડેમમાંથી નીકળતી માટી કાચા સોના જેવી હોય છે. એમાં પહેલા વરસાદ પછી તરત જ અળસિયાં એની મેળે વધવા મંડે છે. અળસિયાં ઉપરાંત, પાક માટે જરૂરી એવા બીજા અન્ય જીવ-જંતુઓ પણ આ માટીમાં વિકસે છે, જેનાથી અમને પાકના ઉતારામાં ઘણો ફાયદો થાય છે.

જમીન સાથે જન્મથી જ જોડાયેલા કોમર્સ ગ્રેજયુએટ એવા વીરનગરના યુવા સરપંચ પરેશભાઇ રાદડિયાએ ઉપર મુજબ જણાવ્યું હતું. વીરનગર ગામ ખાતે તેઓ 22 વીઘા જમીન ધરાવે છે. સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કર્યા બાદ તેઓ બાપ-દાદાની જમીનમાં ખેતી જ કરે છે.

સરપંચ પરેશભાઇ રાજયસરકારની આ યોજનાને ખેડૂતો માટે અમૂલ્ય ગણાવે છે, અને ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા ખાસ અનુરોધ કરે છે. ગામના અન્ય જરૂરિયાતવાળા ખેડૂતોને તેઓ માટી લાવવા-લઇ જવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરી આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp