ગુજરાતના વડવાઓનો મૂળ ખોરાક બાજરી હતો, હવે ઘઉંએ રોગચાળાને આમંત્રણ આપ્યું છે

PC: vegrecipesofindia.com

રાજ્યની 6.50 કરોડની વસતીને બાજરીનું અનાજ પૂરું પાડવામાં બનાસકાંઠા આગળ નિકળી ગયું છે. ગુજરાતમાં શરેરાશ કરતાં 125 ટકા વાવેતર બાજરીનું થયું છે. 182500 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે જેમાં 50 ટકા 98400 હેક્ટર તો માત્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ વાવેતર કર્યું છે. આમ બનાસકાંઠાના ખેડૂતોએ બાજરીના વાવેતરમાં પ્રભુત્વ ઊભું કરી દીધું છે. ત્યાર પછી કચ્છ અને ભાવનગરના સૂકા ઓછા પાણી વાળા વિસ્તારોમાં બાજરી પાકે છે. આમ સુકા વિસ્તારો બાજરીને અનુકૂળ આવે છે. જ્યારે ભેજ અને વધુ પાણી ધરાવતાં દક્ષિણ ગુજરાતમાં એક પણ ખેતરમાં બાજરી પાકતી નથી.

જોકે 2014-13-12ના ત્રણ વર્ષની સરેરાશ 2.73 લાખ હેક્ટરની હતી. જે 2014માં ઘટીને 1.78 લાખ હેક્ટરે આવીને ઊભી હતી. જ્યારે 2015માં 1.46 લાખ હેક્ટર જ બાજરીનું વાવેતર થયું હતું. પાંચ વર્ષ પહેલા બનાસકાંઠાના ખેતરોનું ચિત્ર જ જૂદું હતું. 2015માં રાજ્યમાં કુલ વાવેતરની સામે બનાસકાંઠામાં માંડ 19500 હેક્ટર વાવેતર હતું. ત્યારે સૌથી વધું બાજરી ભાવનગરમાં 33000 હેક્રમાં થઈ હતી. ત્યાર બાદ ખેડામાં 23500 હેક્ટર વાવેતર હતું. આમ બનાસકાંઠો ત્રીજા નંબર પર હતો. પણ 3 વર્ષમાં બનાસકાંઠાના ખેડૂતોએ કાઠું કાઢીને બાજરીના વવેતરમાં સૌરવ પ્રસ્થાપિત કર્યું છે. 2015માં સૌથી વધું સૌરાષ્ટ્ર પછી મધ્ય ગુજરાત અને ત્યાર બાદ ઉત્તર ગુજરાતમાં બાજરીના ખેતરો હતા. પણ હવે સમગ્ર ઉત્તર ગુજરાતને બાજરીના વાવેતરમાં સૌથી આગળ બનાસકાંઠાના ખેડૂતો લાવી શક્યા છે.

બાજરીનો વારસો

1949-50માં 18.61 લાખ હેક્ટરમાં બાજરી વવાતી હતી, 5.12 લાખ ટન પાકતી હતી. એક હેક્ટર ખેતરમાં 275 કિલો બાજરી થતી હતી. જે 2008-9માં એક હેક્ટર ખેતરમાં 1231 કિલો પાકવા લાગી હતી. આમ 350 ટકાનો ઉત્પાદકતામાં વધારો ગુજરાતના ખેડૂતો અને કૃષિ વિજ્ઞાનીઓએ કરી બતાવ્યો હતો. 1953-54માં 23.45 લાખ હેક્ટરમાં 6.60 લાખ ટન બાજરી પાકી હતી. આજે એટલાજ વીઘામાં 3 ગણું ઉત્પાદન ખેડૂતો લઈ રહ્યાં છે. 2003-4માં 12 લાખ હેક્ટરમાં 17 લાખ ટન બાજરી પાકી હતી. હકીકતમાં 50 વર્ષમાં વસતી 3 ગણી થઈ પણ બાજરીનું ઉત્પાદન એટલું જ રહ્યું છે.

તેનો સીધો મતલબ કે ગુજરાતના પૂર્વજોનો મૂળ ખોરાક બાજરી હતો તે છોડીને હવે ઘઉં અને ચોખા ખાવાનું વલણ વધ્યું છે. આ બન્ને ખોરાક ગુજરાત માટે અનુકૂળ આવ્યા નથી એ હઠીલા રોગચાળા પરથી સ્પષ્ટ થાય છે. ડાયાબિટીશ, ઝાડીયાપણું, બ્લડપ્રેશર, હ્રદયના રોગો, કેન્સર જેવા મોટા અને નાના અનેક રોગો વધ્યા છે.

બાજરી શ્રેષ્ઠ ખોરાક

રાજસ્થાન, હરિયાણા સારી એવી બાજરી ખાય છે. ખીચડી, સૂપ, રબડી કે રાબ, રોટલા શ્રેષ્ઠ બને છે. રોગ પ્રતિકાર વધારે છે. ગ્લૂટન નથી, એમિનો એસિડ્સ, નિયાસિન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ન્યૂટ્રિશન્સ, આયરન સારા છે. એબ્ઝોર્વ થઇ જાય છે. પાચન બગડેલું હોય તેમને માટે ફાયદો છે. લોહીની ઊણપ-એનીમિયાને દૂર કરે છે. ડાયાબિટીઝથી બચાવે છે, લોહીમાં શુગરની માત્રાને કંટ્રોલ કરે છે. મોટાપો દૂર કરે છે, ભૂખ ઓછી લાગે છે, ધીરે પચે, પેટ ભરેલું રહે છે. ગર્ભવતી મહિલાઓ માટે આયરન અને કેલ્શિયમની ઉણપમાં ફાયદાકારક. માતાનું દૂધ વધારે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp