મિથાઇલ કોબાલ્માઇન ધરાવતા ફૂડ સપ્લીમેન્ટ પર પ્રતિબંધ પણ ઓનલાઈન વેચાણ ધમધોકાર

PC: khabarchhe.com

પૂરક પોષણ આપતી દવાઓ કે જેને ન્યુટ્રાસ્યુટીકલ્સ કે ડાયેટરી સપ્લિમેન્ટ ફુડ કહેવામાં આવે છે. આવી દવાઓમાં વપરાતા ‘મિથાઇલ કોબાલ્માઇન’ના ઉપયોગ પર પ્રતિબંધ છે. આ માટે રાજ્યવ્યાપી દરોડા કરીને 4 કંપનીમાંથી રૂ.17.70 લાખનો જથ્થો જપ્ત કરીને નમૂનાઓ પૃથક્કરણ માટે મોકલી અપાયા છે. ગુજરાતની કંપની સામે તો પગલાં લેવાયા પણ ઓન લાઈન પર તો આ દવા ગુજરાતમાં વેચાઈ રહી છે. તેના ઉપર સરકારનું કોઈ નિયંત્રણ નથી. જ્યાં ઔષધ કમિશ્નર હેમંત કોશિયા નિષ્ફળ નિવડ્યા છે.

ડાયેટરી સપ્લીમેન્ટ, ન્યુટ્રાસ્ટીકલ્સની બનાવટમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ- 2006 નીચે ‘મિથાઇલ કોબાલ્માઇન’નો ઉપયોગ કરી શકાય નહિં. આમ છતાં ડાયેટરી સપ્લીમેન્ટ, ન્યુટ્રાસ્ટીકલ્સ બનાવવામાં ‘મિથાઇલ કોબાલ્માઇન’ નો ઉપયોગ કરી રહેલી રાજ્યની 4 કંપનીઓ પર તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મેકસ ન્યુટ્રાસ્ટીકલ્સ, રતનપુર, સાંતેજ, જિ.ગાંધીનગર ,મેક્સોલ લાઇફસાફન્સ, સાંતેજ, જિ.ગાંધીનગર,વોલપર હેલ્થકેર, સાંતેજ, જિ.ગાંધીનગર ,જેનમેડ લાઇફસાયન્સ, વડોદરા નો સમાવેશ થાય છે. જેની તપાસ કરી આવી બનાવટોના નમુના લઇ અને બાકીનો જથ્થો જપ્ત કર્યો હતો. જેની અંદાજિત કિંમત રૂ.17,70,900 થાય છે. લીધેલા નમુના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપેલા છે. તંત્ર દ્વારા ‘મિથાઇલ કોબાલ્માઇન’નો ઉપયોગ કરનારી કંપનીઓ પર હજુ પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે, એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર દ્વારા જણાવાયુ છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp