બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટનું કોવિડ ગાઇડલાઈનનું નવું જાહેરનામું

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસ કોરોના ડબલ્યુ.એચ.ઓ દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલી છે. ગૃહ મંત્રાલય, ભારત સરકારના તા.29/04/2021 ના હુકમ ક્રમાંકથી કોરોના સંક્રમણને રોકવા અઘતન સૂચનાઓ આપવામાં આવેલી છે. રાજ્યમાં કોરોના ના સંક્રમણની બાબતને ધ્યાને લેતાં રાજ્ય સરકાર દ્વારા વૃદ્ધ વિભાગના તા.9/7/2021 ના હુકમથી રાજ્યમાં કેટલાંક નિયંત્રણો મુકવાનો નિર્ણય લેવામાં આવેલી. રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિની પુનઃસમીક્ષા કરતાં પુખ્ત વિચારણાને અંતે ગૃહ વિભાગના તા.9/7/2021ના હુકમથી સમગ્ર રાજ્યમાં અમલમાં મુકવામાં આવેલા નિયંત્રણોના સ્થાને સરકારના ગૃહ વિભાગના તા.19/07/2021 ના હુકમથી નીચે મુજબના નિયંત્રણો તા.20/07/2021 ના સવારના 06:00 કલાકથીથી તા.1/08/2021 ના સવારના 06:00 કલાક સુધીના સમયગાળા માટે અમલમાં મુકવામાં આવેલા છે. જે મુજબ જિલ્લા માટેના નિર્દેશો બહાર પાડવા ઉચિત જણાય છે.

આનંદ પટેલ, (આઈ.એ.એસ), જિલ્લા મેજિસ્ટ્રેટ, બનાસકાંઠા પાલનપુર ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144, ગુજરાત પોલીસ એકટની કલમ-43, ડીઝાસ્ટર, મેનેજમેન્ટ એકટની કલમ-34 તથા ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-2020 અન્વયે મળેલી સત્તાની રૂએ નીચે મુજબના નિર્દેશોનું પાલન કરવા આથી ફરમાવ્યું છું.

(A)તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્લેકસ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલુન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટસ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલી તમામ વ્યકિતઓએ તા.31/07/2021 સુધીમાં વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજયક એકમો ચાલુ રાખી શકાશે નહીં.)

(B)જીમ 60 % ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી ને આધિન ચાલુ રાખી શકશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓએ તા.31/07/2021 સુધીમાં વેક્સીનેશનના પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા જીમ ચાલુ રાખી શકાશે નહીં.)

(C)જાહેર બાગ-બગીચાઓ રાત્રિના 09:00 કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી ને આધિન ખુલ્લા રાખી શકાશે.

(D)લગ્ન માટે ખુલા અથવા બંધ રથળોએ મહત્તમ 150 (એકસો પચાસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે.

(E)અંતિમક્રિયા/ફનવિધી માટે મદનમ 4 (ચાલીસા) ભક્તિની મંજૂરી રહેશે.

(F)તમામ પ્રકારના રાજકીય, સામાજી, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી ને આધિન ખુલામાં મહત્તમ 200 વ્યકિતઓ પરંતુ બંધ થળોએ, જગ્યાની ક્ષમતાના 50 % (મહત્તમ 200 વ્યકિતઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઈ શકશે.

(G)વાંચનાલયો 60 % ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરને નિયત એસ.ઓ.પી ને આધિન ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, રાંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓએ તા.31/07/2021 સુધીમાં વેક્સીનેશનના પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે નહીં.

(H)ધોરણ-9થી પોસ્ટ ગ્રેજયુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ટયુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચીંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મત્તમ 50% વિધાર્થીઓ સાથે બેચવાઈઝ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી સાથે ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, રાંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓએ તા.31/07/2021 સુધીમાં વૈદિનેશનના પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા કોચીંગ સેન્ટરો/ટયુશન કલાસીસ ચાલુ રાખી શકાશે નહીં.

(I)શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સુચનાઓને આધિન ચાલુ રાખી શકાશે.

(J)શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી સાથે યોજી શકાશે.

(K)પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન એ.સી.બસ સેવાઓ 100% ક્ષમતા સાથે જયારે એ.સી.બસ સેવાઓ મહત્તમ 75% પર્સેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. (બસ ટ્રાન્સ્પોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યૂમાંથી મુકિત આપવામાં આવે છે. (તમામ ડ્રાઈવર અને કંડેકટરે વેકશીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)

(L)પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ્સ કોમ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે. (રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેકશીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)

(M)સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. (તમામ સંચાલકો, કર્મચારીઓએ તેમજ કામગીરી સાથે સંકળાયેલી અન્ય વ્યક્તિઓએ તા.31/07/2021 સુધીમાં વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેલ્ફી હોલ, મનોરંજક સ્થળો ચાલુ રાખી શકાશે નહીં.

(N)વોટર પાર્ક તથા સ્વમીંગ પુલ મહત્તમ 60 % કેપસીટીમાં ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓએ તેમજ કોમગીરી સાથે સંકળાયેલી અન્ય વ્યક્તિઓએ તા.31/07/2021 સુધીમાં વેક્સીનના પ્રથમ ડોઝ લેવાનો રહેશે અથવા આવા વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ ચાલુ રાખી શકાશે નહીં.)

(O)સ્પા સેન્ટરો બંધ રહેશે.

(P)ઉપરોક્ત A,B,G,H,K,I,M.N માં જણાવેલી બાબતો સંદર્ભમાં જે વ્યક્તિઓના આર.ટી.પી.સી.આર ટેસ્ટ પોઝીટીવ આવેલા હોય તેવા કિસ્સાઓમાં આર.ટી.પી.સી.આર પોઝિટિવ આવ્યાના 14 દિવસ પૂર્ણ થયા બાદ તુરંત વક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.

(Q)અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને આર.ટી.પી.સી.આર ટેસ્ટ સબંધમાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્રારા આપવામાં આવેલી સૂચનાઓ લાગુ રહેશે.

 (R)તમામ ફ્રેસ કવર, મારક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ જાહેરનામું સમગ્ર બનાસકાંઠા જિલ્લા મહેસુલ વિસ્તારમાં તા.20/07/2021થી તા.1/08/2021 (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજજાથી હેડ કોન્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક.188 તથા ગુ.પો.અધિ.ક, 137 તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ 51થી 58 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp