નકલી પોલીસથી સાવધાન... સુંદર યુવતી જોઇને લિફ્ટ આપશો નહીં

PC: sambadenglish.com

ગુજરાતમાં નકલી પોલીસ બનીને લોકોને છેતરતી ગેન્ગ ફરી પાછી સક્રિય બની ગઇ છે. પ્રતિવર્ષ 50 થી 70 કિસ્સા નોંધાય છે. આ નકલી પોલીસથી અસલી પોલીસ પણ અચંબામાં પડી જાય છે. હિન્દી ફિલ્મોમાં હોય છે તેવા દ્રશ્યો સર્જાતા જોવા મળે છે. પોલીસનો યુનિફોર્મ પહેરીને નકલી પોલીસ નિર્દોષ લોકોને દંડે છે છતાં આ સિરસ્તો અટકતો નથી.

ફિલ્મોમાં જોવામાં આવે છે કે નકલી પોલીસ જ અસલી પોલીસને છેતરતી હોય છે. અમિતાભ બચ્ચન અને ગોવિંદાની બડે મિયાં છોટે મિયાં ફિલ્મમાં નકલી પોલીસ અસલી પોલીસને જેલમાં નંખાવી દે છે. એક કોમેડી ફિલ્મમાં અસલી પોલીસ સ્ટેશન પર ચાલતા નશીલા પદાર્થોના વ્યવસાય ઉપર નકલી પોલીસ રેડ પાડીને જથ્થો લઇ જાય છે.

અક્ષયકુમાર અભિનિત એક ફિલ્મમાં નકલી સીબીઆઇ દરોડા પાડે છે અને અસલી સીબીઆઇ હાથ ઘસતી રહી જાય છે. ગુજરાતમા નકલી પોલીસની માત્રામાં વધારો થયો છે. આપણે ત્યાં જ એવી છૂટ આપવામાં આવી છે કે આર્મી અને પોલીસના યુનિફોર્મની નકલ થાય છે. સામાન્ય લોકો બિન્દાસ ઉપયોગ કરે છે પરંતુ તે તદ્દન ગેરકાયદે અને લોકોને ભરમાવા જેવું છે.

(2019મા પકડાયેલો નકલી પોલીસકર્મી)

સરકાર કે પોલીસ તેની સામે કોઇ કાર્યવાહી કરી શકતું નથી પરિણામે નકલી પોલીસના સ્વાંગમાં રાહદારી તેમજ વાહન ચાલકો લૂંટાય છે. સૌથી વધુ નકલી પોલીસ સુરત, વડોદરા અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાંથી પકડાઇ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ કેટલાક કેસો સામે આવ્યા છે.

હાઇવે પર કે શહેરના નિર્જન માર્ગો પર લિફ્ટના બહાને સુંદર યુવતીને ઉભી રાખીને નાગરિકોને લૂંટવામાં આવે છે. આ યુવતીને લિફ્ટ આપ્યા પછી વાહનચાલક નકલી પોલીસનો ભોગ બને છે. આ પ્રકારના બનાવો અમદાવાદ અને ગાંધીનગર હાઇવે પર વધુ પ્રમાણમાં જોવા મળે છે.

પોલીસનો ડ્રેસ પહેરીને નકલી આઇકાર્ડ વસાવીને લોકોનો લૂંટી લેતી નકલી પોલીસ જેલમાંથી છૂટીને પાછી એ જ લૂંટારૂં ટોળીમાં સામેલ થઇ જાય છે. આપણે તેમનું કંઇ ઉખાડી શકતા નથી. એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ગયા વર્ષે નકલી પોલીસના 75 કિસ્સા સામે આવ્યા છે જે અચરજ પમાડે તેવા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp