બે છોકરીઓને જીવના જોખમે બચાવનાર ભાર્ગવને પોલીસે બનાવ્યો મુખ્ય આરોપી

PC: Khabarche.com

સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં ગઈ કાલે બપોરના સમયે આગની ઘટના બની હતી, જે સમયે શોપિંગ કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી ત્યારે બાળકો ટ્યુશન ક્લાસમાં હાજર હતા અને જેમ જેમ આગ આગળ વધવા લાગી ત્યારે ટ્યુશન ક્લાસના સંચાલક ભાર્ગવ બૂટાણીએ લટકીને બે છોકરીના જીવ બચાવ્યા હતા. આ ઘટનામાં 23 બાળકોના મોત નીપજ્યા હતા અને કેટલાક બાળકો સારવાર હેઠળ છે, ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ટ્યુશન સંચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસ દ્વારા મુખ્ય આરોપો તરીકે બે વિદ્યાથીનીઓના જીવ બચાવનાર ભાર્ગવ બૂટાણીને દેખાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત ક્રાઈમ બ્રાંચના ACPએ જ જણાવ્યું હતુ કે, બે છોકરીઓનો જીવ બચાવનાર ભાર્ગવ બૂટાણી છે.

ભાર્ગવ બૂટાણીએ જે બે વિદ્યાર્થીનીને બચાવી હતી તેમાંથી એકનું નામ ઊર્મિ વેકરીયા હતુ. ઊર્મિ વેકરીયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ધુમાડો વધતો ગયો પછી અમે સરને ફોન કર્યો કે, તમે ક્યાં છો. પછી અમે હોલમાં ગયા હતા. પછી બધાને કહ્યું કઈક મોકલાવો ત્યારે કોઈ સુવિધા ન થઈ અને બીક એટલી વધતી ગઈ હતી કે, બધાએ કુદકો મારી દીધો અને પછી લાસ્ટમાં અમને સરે બચાવ્યા અમે બે છોકરીઓ હતી હું અને મારી ફ્રેન્ડ સરની દ્વારા અમે નીચે ઉતર્યા હતા. સરનું નામ છે ભાર્ગવ સર.

ઊર્મિના પિતાએ જણાવ્યું હતું કે, જે લટકીને બચાવે છે, તે સર જ છે. જો એ સરે ન બચાવ્યા હોત તો અમારી છોકરીઓ ન હોત. કહેવામા તો એટલુ જ છે કે, મેઈન ફાયર બ્રિગેડ વાળા પાસે કોઈ સુવિધા નથી. એમની પાસે સીડી નથી, નેટ નથી, કોઈ દોરડું નથી કે, તેઓ છોકરાઓને હેલ્પ કરી શકે, બધા બાળકો બચી શકે તેવું પોઝીશન હતી. પણ એ લોકો પાણી પણ છાંટે તો કેમ છાંટે કે, ઉપર પાણી પણ નથી પહોંચતું. બધા બાળકો બચી જાય તેમ હતા જેટલા કુદકા માર્યા છોકરાઓએ બધા બચી શકે તેવી પોઝીશનમાં હતા. પણ આ લોકોની એટલી બેદરકારી છે કે, કોઈ જોવે તેને પણ ખબર પડે કે, આ લોકો નીચે છે છતાં પણ છોકરાઓને બચાવી નથી શકતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp