ભાવનગરની સંસ્થાની મોટી સિદ્ધિઃ 50 હજાર લીટર દરિયાના પાણીને શુદ્ધ કરતી બસ વિકસાવી

PC: khabarchhe.com

અશુદ્ધ, ખારા પાણીને પીવાલાયક શુધ્ધ પાણીમાં રૂપાંતરીત કરવાની ટેકનોલોજી વિશ્વકક્ષાએ યુએસએજાપાનચાઈના અને ભારતમાં ગુજરાતના ભાવનગરમાં આવેલી રાષ્ટ્રીય કક્ષાની વિજ્ઞાન સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ્સ રિસર્ચ ઇન્સ્ટીટયુટ - CSMCRI પાસે છે. તેના આધારે એક એવી હરતી-ફરતી આદભૂત જળ શુદ્ધિકરણ બસ બનાવી છે કે, જે રોજ 50 હજાર લિટર કોઈ પણ પ્રકારનું ગંદુ કે ખારું પાણી શુદ્ધ કરીને પીવા લાયક બનાવી દે છે. જેમા આરઓઈડી અને યૂએફ જેવા પાણીને શુદ્ધ કરનારા એકમો બસમાં રાખવામાં આવ્યા છે. આ એકમને ચલાવવા માટે જરૂરી વીજળી બસના એન્જીનથી જ પ્રાપ્ત થઈ જાય છે. રિવર્સ ઓસ્મોસિસ (આરઓ)નેનોફિલ્ટ્રેશન (એનએફ) અને અલ્ટ્રાફિલ્ટ્રેશન (યુએફ) જેવા વિભાજન પ્રક્રિયાઓ સુરક્ષિત પીવાનું પાણી ઉત્પન્ન કરવા માટે અસરકારક ઉકેલ છે. પાણીમાં રહેલા કઠિનતારોગકારકદૂષણઆર્સેનિકફ્લોરાઇડ, જંતુનાશક પદાર્થો રોગાણુ વગેરે જેવા હાનિકારક તત્વોને દૂર કરવામાં આવે છે. જે બસમાં વાપરવામાં આવ્યા છે. 2000 થી 7000 પીપીએમ પાણીને 500 પી.પી.એમ.થી ઓછી ટીડીએસ ધરાવતા સલામત અને સ્વચ્છ પીવાના પાણીનું ઉત્પાદન કરે છે. 

આલિયા વાવાઝોડાહિમાલયી સુનામીલાતૂરનો દુકાળચેન્નાઈકેરળમાં પૂર જેવી દુર્ભાગ્યપૂર્ણ પ્રાકૃતિક આપત્તિઓ દરમિયાન સંબંધિત રાજ્યોમાં પહોંચી સફળતાપૂર્વક સુરક્ષિત પેયજળ પુરું પાડવા માટે મદદરૂપ થઈ છે. 

ભારતમાં અનેક કંપનીઓ અશુધ્ધ પાણીમાંથી શુધ્ધ પાણીના RO પ્લાન્ટ બનાવતી હોવાના દાવા કરે છે. પરંતુ તેમા યુ.એસ.એ.કે જાપાનની ટેકનોલોજી હોય છે. જ્યારે સમગ્ર ભારતમાં એક માત્ર ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ સંસ્થા કોમર્શિયલ રીતે રાહતદરે આરઓ પ્લાન્ટ બનાવી રહી છે. સેન્ટ્રલ સોલ્ટે ખારા કે ભાંભરા પાણીમાંથી ઉતમ પીવાલાયક પાણી બની શકે તેવી વિશ્વસ્તરીય ટેકનોલોજી વિકસાવી છે.  

પુનાની યુનિક ફલેકસ કંપનીને ટેકનોલોજી ટ્રાન્સફર કર્યા બાદ ખારા પાણીમાંથી પીવાલાયક પાણી બનાવતા મોડયુલનું ઉત્પાદન કરે છે. અમદાવાદની એકવાટીક ફેસ્કો કંપનીને ટેકનોલોજી આપવામાં આવી છે. કેન્યા, અફઘાનિસ્તાનના રણમાં RO પ્લાન્ટની અમેરિકન ટેકનોલોજી સફળ નહીં રહેતા ભારતની સેન્ટ્રલ સોલ્ટના પ્લાન્ટની માંગ છે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં 150 પ્લાન્ટ બનાવી આપ્યા છે. જે ટેકનોલોજી બસમાં રાખવામાં આવી છે.

ખારા કે ભાંભરા પાણીને પીવાલાયક પાણીને રિવર્સ ઓસ્મોસીસ (RO) પ્લાન્ટ ખરેખર RO પ્લાન્ટ નથી હોતા. અલ્ટ્રા ફિલ્ટ્રેશન મેબ્રેઈન અથવા માઈક્રોફિલ્ટ્રેશન મેબ્રેઈન ટેક્નોલોજી હોય છે. જ્યારે કેમીકલ સંદર્ભિત કંપનીઓમાં નેનોફિલ્ટ્રેશન મેબ્રેઈન (NF) ટેક્નોલોજી વડે પાણી શુદ્ધ કરવામાં આવે છે. 

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp