વિદ્યાર્થીની દુઃખદ સ્ટોરીઃ વડોદરાની MSUએ સસ્પેન્ડ કર્યો, BHUએ ગોલ્ડ મેડલ આપ્યો

PC: indianexpress.com

બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ગોદાઈ ફુલકાહાંમાં રહેતા કુંદન કુમારે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હશે કે તે પોતાનો અભ્યાસ પૂર્ણ નહીં કરી શકશે. જે કલાને તે પ્રેમ કરે છે, તે કલા એક દિવસ તેના માટે મુશ્કેલીનું કારણ બની જશે. કુંદન કુમારે અથાગ મહેનત બાદ વડોદરાની વિશ્વ વિખ્યાત યુનિવર્સિટી મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી (MSU)માં પ્રવેશ તો મેળવી લીધો પરંતુ, હાલ કુંદન કુમાર બિહારમાં પોતાના ઘરે જ રહેવા માટે મજબૂર છે. તેના કારણે કુંદન કુમારે MSUને હંમેશાં માટે પ્રતિબંધિત કરી દીધો છે. જોકે, બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU)એ પોતાના પૂર્વ વિદ્યાર્થીને તેના સારા અભ્યાસ માટે ગોલ્ડ મેડલ પ્રદાન કર્યો છે.

BHUના 102માં દીક્ષાંત સમારોહમાં ગોલ્ડ મેડલ મળવા પર કુંદન કુમારે કર્યું કે, હું ખુશ થાઉં કે અફસોસ કરું એ જ સમજાતું નથી. એ વાત સાચી છે કે, BHUમાંથી મને ગોલ્ડ મેડલ મળ્યો છે પરંતુ, હું આજે પણ પોતાનો પીજીનો અભ્યાસ પૂર્ણ નથી કરી શકતો. હું BHUનો ગોલ્ડ મેડાલિસ્ટ છું અને MSU માટે પ્રતિબંધિત વિદ્યાર્થી. કુંદન જણાવે છે કે, ગામની આસપાસ જ તેણે 12માં ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. કલામાં વિશેષ રુચિને જોતા મારા શરૂઆતના કલા શિક્ષક ગોપાલ ફલકે મને 12માં ધોરણ બાદ બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાઈન આર્ટ્સમાં એડમિશન લેવાની સલાહ આપી.

ત્યારબાદ હું BHU ગયો. ત્યાં પ્રવેશ મળ્યો. 2021માં પાસઆઉટ થઈને MSUના માસ્ટર ઓફ વિઝ્યુઅલ આર્ટ્સના અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો. આ દરમિયાન જ્યારે પહેલું અસેસમેન્ટ હતું તો મેં ન્યૂઝપેપરના કવરેજના આધાર પર કેટલાક આર્ટવર્ક તૈયાર કર્યા હતા. આ આર્ટ વર્કને લઈને જેવી આપત્તિ આવી તો મેં તેને હટાવી દીધા. ત્યારબાદ મેં માફી પણ માંગી લીધી પરંતુ, યુનિવર્સિટીએ મને પ્રતિબંધિત કરી દીધો.

એપ્રિલ, 2022 સુધી કુંદનના જીવનમાં બધુ બરાબર ચાલી રહ્યું હતું. મે મહિનામાં કુંદને MSUના પોતાના ડિપાર્ટમેન્ટ તરફથી મળેલા આર્ટ વર્કને તૈયાર કર્યું અને તેને ઈન્ટરનલ એસેસમેન્ટ માટે રજૂ કર્યા. એસેસમેન્ટ બાદ તેને હટાવી લેવામાં આવ્યા પરંતુ, બીજી તરફ કોઈકે આ આર્ટ વર્ક્સને સોશિયલ મીડિયા દ્વારા વાયરલ કરી દીધા. 5 મેના રોજ કેમ્પસમાં હિંદુ સંગઠનો અને ABVPના હંગામા બાદ આ મામલાએ વિરોધનું રૂપ લઈ લીધુ. ત્યારબાદ કુંદન કુમાર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી, યુનિવર્સિટીએ તેને પહેલા અસ્થાયીરીતે સસ્પેન્ડ કર્યો અને પછી 13 મેના રોજ હંમેશ માટે પ્રતિબંધિત કરી દીધો. કુંદને યુનિવર્સિટીના નિર્ણયને કોર્ટમાં પડકાર આપ્યો છે.

કુંદનના કેસને ગુજરાત હાઈકોર્ટમાં લડી રહેલા વરિષ્ઠ વકીલ હિતેશ ગુપ્તા કહે છે કે, તેમને આશા છે કે, કુંદનને ન્યાય મળશે. કોર્ટની નોટિસ પર યુનિવર્સિટીએ શપથ પત્ર સાથે ફેક્ટ ફાઈડિંગ કમિટીના રિપોર્ટને કોર્ટમાં રજૂ કર્યો છે. ગુપ્તાએ કહ્યું કે, આગળની સુનાવણી 2 ફેબ્રુઆરીના રોજ થશે. ફેક્ટ ફાઈડિંગ કમિટીના રિપોર્ટમાં એ વાતોની પુષ્ટિ થઈ છે. તેમા પણ કહેવામાં આવ્યું છે કે, આર્ટ વર્ક ઈન્ટરનલ એસેસમેન્ટ માટે હતું. તેને ખોટાં ઈરાદા સાથે કેટલાક લોકોએ વાયરલ કરી દીધો.

કુંદન કુમાર પોતાના આર્ટ વર્કથી અત્યારસુધીમાં ઘણા એવોર્ડ પણ જીતી ચુક્યો છે. તેમા બિહાર સરકારના ઉદ્યોગ વિભાગ તરફથી Paper Mache Handicraft સ્ટેટ એવોર્ડ સાથે વૈશાલી ડિસ્ટ્રિક્ટ તરફથી હેન્ડીક્રાફ્ટનો મળેલો એવોર્ડ પ્રમુખ છે. કુંદન કુમારને મુઝફ્ફરપુરના નિર્મલ અનુપમ ફાઉન્ડેશન તરફથી યુવા પ્રતિભા સન્માન પણ મળી ચુક્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp