CMOમાં મોટો ફેરફાર, એમ.કે. દાસ અને અશ્વિન કુમારની બદલી, જુઓ તેમની જગ્યાએ કોણ

PC: DainikBhaskar.com

ગુજરાતમ મુખ્યમંત્રી બદલાયા છે. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજુનામું ધરી દેતા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યા છે. નવા મુખ્યમંત્રીએ કાર્યભાર સંભાળ્યા પછી જ તાત્કાલિક અસરથી જ મુખ્યમંત્રી કાર્યાલયમાં જૂના અધિકારીઓની બદલી કરીને નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. CMOના એડીશનલ ચીફ તરીકેની જવાબદારી પંકજ જોશીને આપવામાં આવી છે, પહેલા આ જવાબદારી IAS અધિકારી એમ.કે. દાસની પાસે હતી. તો બીજી તરફ CMOના નવા સચિવ તરીકે અવંતિક સિંઘને જવાબદારી આપવામાં આવી છે. પહેલા આ જવાબદારી અશ્વિન કુમાર પાસે હતી. સાથે જ ભરૂચ જિલ્લાના કલેક્ટર ડૉક્ટર એમ.ડી. મોડીયાની નિમણૂક CMOમાં OSD તરીકે કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમીશનર એન.એન. દવેને પણ CMOઓ OSD તરીકેની જવાબદારી આપવામાં આવી છે.

વિજય રૂપાણીના રાજીનામાં બાદ સચિવાલયમાં મુખ્યમંત્રી ઓફિસથી લઇને અન્ય મંત્રીઓના અંગત સચિવ તરીકે કાર્યકર્તા 36 જેટલા સચિવોને અને અન્ય કેડરના અધિકારીઓને તેમના મૂળ વિભાગમાં પરત મોકલી દેવામાં આવ્યા છે. વિજય રૂપાણી અને તેમના મંત્રીમંડળના રાજીનામાં બાદ સચિવાલયમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે. તો બીજી તરફ નવા મંત્રીમંડળની રચના ન થાય ત્યાં સુધી અને 16 નવા મંત્રીઓ શપથ ગ્રહણ ન કરે અને તેનના અંતગ સ્ટાફની નિમણૂક ન કરે ત્યાં સુધી તેમની રોજીંદી કામગીરીમાં મદદરૂમ થવા માટે GSD દ્વારા 35 સેક્શન અધિકારી અને 35 ડેપ્યુટી સેક્શન અધિકારીની યાદી તૈયાર કરવામાં આવી છે. એટલે મંત્રીઓના સ્ટાફની નિમણૂક ન થાય ત્યાં સુધી આ અધિકારીઓના મંત્રીઓની સાથે તેમના PA અને PS તરીકે કામગીરી કરશે.

IAS પંકજ જોશીને મુખ્યમંત્રી કાર્યાલયમાં એડીશનલ ચીફ સેક્રેટરી તરીકેની જવાબદારી આપવામાં આવી તેમને સિવિલ એન્જિનિયરિંગમાં B. Tecની ડીગ્રી મેળવી છે. તેમને IIT દિલ્હીમાં M.Tec અને M.Philનો અભ્યાસ કર્યો છે. તેઓ 1989માં ભારતીય વહીવટ સેવામાં જોડાયા હતા. તેમને 20 વર્ષ સુધી જમીન મહેસુલ, કર્મચારી અને સામાન્ય વહીવટ, શહેરી વિકાસ અને શિક્ષણ વિભાગના અલગ-અલગ હોદ્દાઓ સંભાળ્યા છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારમાં પણ તેમને શહેરી વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા, જાહેર પરિવહન વિભાગમાં 6 વર્ષ સુધી કામ કર્યું છે. એટલે તેમનો વહીવટી નીતિમાં ખૂબ જ બહોળો અનુભવ છે. હાલ તેઓ નાણા વિભાગના મુખ્ય સચિવ છે. સાથે જ તેઓ ગુજરાતના સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, સરદાર સરોવર નિગમ, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ, ગુજરાત એકેલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન બોર્ડમાં ડિરેક્ટર પણ છે. તેઓ ઇન્વેસ્ટમેન્ટ લીમીટેડના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

તો બીજી તરફ IAS અવંતિકા સિંઘની મુખ્યમંત્રીની નિમણૂક થઇ છે તેઓ ગુજરાત મેરીટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમનો વહીવટી વિભાગમાં 17 વર્ષનો અનુભવ છે. તેમને આસામમાં સબ ડીવીઝન ઓફિસર તરીકે સિવિલ સર્વિસમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ તેઓ આણંદ, ભરૂચ અને વડોદરામાં કલેક્ટર તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે અને ગાંધીનગર, આણંદમાં જિલ્લા વિકાસ અધિકારી અને ગુજરાતના ઉર્જા અને પેટ્રોલકેમિકલ્સ વિભાગમાં ઉપસચિવ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. મહત્ત્વની વાત છે કે, અવંતિકા સિંઘ એવા સમયે મેરીટાઈમ બોર્ડમાં જોડાયા હતા જે સમયે તે મોટા સેક્ટરમાંથી પસાર થઇ રહ્યું હતું. હાલ તેમની નિયુક્તિ મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp