26th January selfie contest
BazarBit

જાણો, PM મોદી અને અમિત શાહ ગુજરાતમાં કેટલી રેલી અને જનસભા કરશે

PC: livetheprint.in

ચૂંટણી પંચની જાહેરાત પછી કોંગ્રેસે ચૂંટણી પ્રચારની તૈયારી જોરશોરથી શરૂ કરી દીધી છે. ત્યારે અમદાવાદમાં યોજાયેલી કોંગ્રેસની જનસભા પણ ચૂંટણી પ્રચારનો એક ભાગ હતો. હવે પ્રદેશ ભાજપ દ્બારા પણ ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી રહી છે. ચૂંટણીમાં કયા ઉમેદવારને મેદાનમાં ઉતારવા તેને લઇને અલગ-અલગ લોકસભાની બેઠકને લઇને કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

એક રીપોર્ટ અનુસાર ભાજપની બે દિવસ પહેલા મળેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, બે લોકસભા બેઠક દીઠ PMની સભા કરાવવામાં આવે અથવા તો ત્રણ બેઠક દીઠ PMની સભા કરવામાં આવે. ત્યારે નિર્ણય લેવાયો હતો કે, ત્રણ લોકસભા બેઠક દીઠ એક રોડ-શો અને મહાસભા કરવામાં આવે તો વધારે ફાયદો મળી શકે છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ 6 સભા કરે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે. 

ચૂંટણી પ્રચારને લઇને ભાજપની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે, ત્યારે પરપ્રાંતીય મતદારોના મત હાંસલ કરવા માટે ભાજપના 40 કરતા વધારે રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતમાં પ્રચાર માટે બોલાવવામાં આવી શકે છે.

ભાજપ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચારની રણનીતિ તૈયાર કરી દીધી છે. કોંગ્રેસની રણનીતિ અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર માટે ફરીથી ગુજરાતમાં આવશે. ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં 10 જેટલી ચૂંટણીલક્ષી જનસભાઓ કરશે. કોંગ્રેસના 4 ઝોનમાં 2-2 જનસભાઓ યોજાશે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે અને જનસભાને સંબોધિત કરશે. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 100થી વધારે જનસભાઓ વિધાનસભા બેઠક દીઠ કરવામાં આવશે. એટલે કે, એવું માનવામાં આવી રહ્યું છે કે, આ વર્ષે કોંગ્રેસના નેતાઓ દ્વારા લોકસભાની ચૂંટણીમાં ગુજરાતને સેન્ટરમાં રાખવામાં આવ્યું છે. જેના કારણે કોંગ્રેસ દ્વારા ગુજરાતના ચૂંટણી પ્રચારમાં વધારે ધ્યાન આપવામાં આવશે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp