ભાજપે 4 રાજ્યના ચૂંટણી પ્રભારી જાહેર કર્યા, માંડવિયા-નીતિન કાકાને મળી આ જવાબદારી

PC: telegraphindia.com

આગામી દિવસોમાં 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એ વાતને ધ્યાનમાં રાખીને જે પી નડ્ડાએ સંગઠનનામાં કેટલાંક ફેરફારોની જાહેરાત કરી છે. ગુજરાતના નીતિન પટેલ અને મનસુખ માંડવિયાને પણ નવી જવાબદારી મળી છે.

ભારતીય જનતાએ પાર્ટીએ 2024ની લોકસભાની ચૂંટણી અને કેટલાંક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી સંગઠન સ્તરે મોટા ફેરફારો કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં 4 રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ બદલ્યા પછી હવે ભાજપે 4 રાજ્યોમાં ચૂંટણી પ્રભારી જાહેર કર્યા છે, જેમા ગુજરાતના બે નેતાઓને પણ જવાબદારી મળી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આગામી વિધાનસભાનીચૂંટણી માટે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં પ્રભારી અને સહપ્રભારીની જાહેરાત કરી છે.

રાજસ્થાનમાં પ્રહલાદ જોશીને પ્રદેશ પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા નીતિન પટેલને રાજસ્થાનના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે, સાથે કુલદીપ બિશ્નોઇને પણ સહ-પ્રભારીની જવાબદારી સોંપવમાં આવી છે.

છત્તીસગઢમાં ઓમ પ્રકાશ માથુરને પ્રદેશ પ્રભારીની જવાબદારી આપવામાં આવી છે અને સહ પ્રભારી તરીકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને જવાબદારી આપવામાં આવી છે.

મધ્ય પ્રદેશમાં ભૂપેન્દ્ર યાદવને પ્રદેશ પ્રભારી બનાવાયા છે અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને સહ પ્રભારીની જવાબદારી મળી છે.

તેલગાંણામાં પ્રદેશ પ્રમુખ તરીકે પ્રકાશ જાવડેકર અને સહ પ્રભારી તરીકે સુનીલ બંસલને જવાબદારી આપવામાં આવી છે.

આ બધી નિમણૂંકો તાત્કાલિક અસરથી અમલમાં આવી હોવાનું કહેવાયું છે.   

તાજેતરની જ વાત કરીએ તો ભાજપે  4 રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંકની જાહેરાત કરી હતી. જી કિશન રેડ્ડીને તેલંગાણા,સુનીલ જાખડને પંજાબ, બાબુલાલ મરાંડીને ઝારખંડ અને ડી પુરંદેશ્વરીને આંધ્રપ્રદેશના પ્રમુખ બનાવાયા છે. ભાજપના જી કિશન રેડ્ડી પર્યટન મંત્રી હતા, હવે તેલંગાણાના પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે એટલે તેમની જગ્યાએ મંત્રી પદમાં પણ ફેરફારો જોવા મળશે.

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં શાનદાર પ્રદર્શન કરનાર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને કેન્દ્રમાં લઇ જવાશે એવી ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે, પરંતુ સી આર પાટીલ બાબતે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તાજેતરમાં એક કાર્યક્રમમાં ઇશારો કર્યો હતો કે નીતિન કાકાને ગુજરાત બહાર મોટી જવાબદારી મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp