વડોદરાની મસ્જિદમાં ભાજપના નેતાને 'NO ENTRY'

PC: firstpost.com

ગુજરાતની એક મસ્જિદમાં બીજેપીના એક નેતાનો પ્રવેશ બંધ કરવા અંગેનો મામલો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે, મસ્જિદની બહાર એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું. જેમાં બીજેપીના એક મુસ્લિમ નેતાને અંદર ન આવવા માટેની વાત લખેલી હતી. આ ઘટના વડોદરાની બતાવાવી રહી છે. આ મુસ્લિમ નેતા બીજેપી સીટી યુનિટના માઈનોરિટી સેલના જનરલ સેક્રેટરી જહીર કુરેશી છે.

પોલીસે જણાવ્યું હતું કે, મસ્જિદની બહાર એક બોર્ડ લગાવ્યું હતું જેમાં બીજેપીના એક મુસ્લિમ નેતાને અંદર ના આવવા માટેની વાત લખેલી હતી.

ટ્રસ્ટીના આદેશ પર બોર્ડ લગાવવામાં આવ્યું હતું

એક ખાનગી ચેનલ મુજબ, કુરેશીએ જણાવ્યું હતું કે યાકુટપુરા વિસ્તારમાં હાજર મસ્જિદના દરવાજા પર આ બોર્ડ લગાવવામાં આવ્યું હતું. આ મસ્જિદના ટ્રસ્ટીના આદેશ પર તેમના પ્રવેશ પ્રતિબંધ વિષય અંગેનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું.

શું કામ લગાવવામાં આવ્યું બોર્ડ?

કુરેશીએ જણાવ્યું હતું કે, આવું કદાચ એટલા માટે કરવામાં આવ્યું હશે કારણ કે તેમણે ગયા મહિને ભાજપના મુસ્લિમ નેતાઓની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક બાબરી મસ્જિદ વિવાદને યોગ્ય રીતે ઉકેલવા વિશેની હતી.

આ મામલે ટ્રસ્ટીનું નિવેદન પણ સામે આવ્યું છે. ટ્રસ્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તેમણે મુસ્લિમ નેતાના પ્રવેશ પ્રતિબંધ અંગે કોઈ આદેશ આપ્યો નથી. વળી, પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતએ જણાવ્યું હતું કે, તેમણે આ મામલે ફરિયાદ દાખલ કરી છે અને હાલમાં બોર્ડ લગાવનારની શોધખોળ ચાલી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp