ભાજપના MLA હર્ષ સંઘવીએ આ લોકોને સમાજના દુશ્મન કહ્યા

PC: facebook.com/sanghaviharsh

સુરતના કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં હાલ સુરતની પરિસ્થિતી ખૂબ જ ખરાબ છે. સુરતમાં પ્રતિ દિન 600 કરતાં પણ વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા પણ લોકોને સાવચેત રહેવાની અને ઘરની બહાર નીકળતા સમયે માસ્ક પહેરવાની અને સામાજિક અંતરનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલી કોવિડ હોસ્પિટલનો મોટાભાગનો સ્ટાફ ઓવર ટાઈમ કરીને પોતાની ફરજ નિભાવે છે અને તેઓ ઓવર ટાઈમના પૈસા પણ નથી. પણ બીજી તરફ કેટલાક ડૉક્ટરો એડમીનના નામે પોતાની ફરજથી વિમૂખ થઈ રહ્યા છે, ત્યારે આવા ડૉક્ટરોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન ભાજપના સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, હું આ ડૉક્ટરોને છોડીશ નહીં કે જે પોતાની ફરજથી ભાગી રહ્યા છે. સાથે જ તેમણે ફરજમાં કામ ચોરી ડૉક્ટરોને સમાજના દુશ્મન પણ કહ્યા હતા.

ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, સિવિલ હોસ્પિટલમાં 99% સ્ટાફ એવો છે કે, તેઓ ઓવર ટાઈમ કરે છે. તેઓ માનવતાનો ધર્મ નિભાવવા માટે માટે ઓવર ટાઈમ કરવાનો એક પણ રૂપિયો લેતા નથી. હું એવા ઘણા ડૉક્ટરોને ઓળખું છુ. ડૉક્ટર અશ્વિન વસાવા હોય કે, નર્સિંગ સ્ટાફની બહેનો હોય. તેઓ રાત દિવસ કામ કરે છે. તેમણે અનેક દિવસથી તેમના દીકરા કે, દીકરીઓના ચહેરા પણ નથી જોયા. મારા ધ્યાન પર એવા પણ ડૉક્ટરો આવ્યા છે.

તેઓ એડમીનના નામ પર કોવિડ હોસ્પિટલમાંથી ભાગીને જૂની હોસ્પિટલમાં ત્યાં કેબિન હોય છે. ત્યાં જઇને બેસી જાય છે. કોવિડનો સમય છે. મારી નજર બધેજ છે અને આ પ્રકારના ડૉક્ટરો સાવધાન થઇ જાય. હું એ લોકોને છોડીશ નહીં. આ સમાજના દુશ્મન છે. જ્યારે 90% લોકોરાત દિવસ કામ કરે છે અને અમૂક લોકો પોતાની સત્તા ચલાવવા માગતા હોય કે, ક્યાંકને ક્યાંક આવા કામોથી દૂર રહેવા માગતા હોય અને માત્ર એડમીનના નામ પર જે છૂટકારો મેળવે છે તે છૂટકારો તેમણે મોંઘો પડશે.

ઉલ્લેખનિય છે કે, ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જ કબૂલાત કરી હતી કે, તેમણે ચૂંટણીઓમા રેલી કરીને ભૂલ કરી છે. ત્યારે હવે આ નિવેદન પછી કામ ચોરી કરતાં ડૉક્ટરોને સમાજના દુશ્મન ગણાવ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp