સુરતની શિવ મહાપુરાણ કથામાં ભાજપની આંતરિક જુથબંધી સામે આવી

સુરતમાં સાંઇ લીલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લિંબાયત વિસ્તારમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામા આવી રહ્યું છે અને જાણીતા પંડિત પ્રદીપ મિશ્રા કથાનું રસપાન કરાવી રહ્યા છે. તેમાં સુરત ભાજપની આંતરિક જુથબંધી ધાર્મિક કથા સુધી પહોંચી ગઇ છે અને તેની ભારે ચર્ચા ચાલી રહી છે. ભાજપ હિંદુત્વને સપોર્ટ કરતી પાર્ટી માનવામાં આવે છે અને આ કથા પણ હિંદુત્વને મજબુત કરવા માટે થઇ રહી છે.
લિંબાયતમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન ટેક્સટાઇલ બિઝનેસ સાથે સંકળાયેલા સમ્રાટ પાટીલ અને સુનિલ પાટીલ દ્રારા કરવામાં આવ્યું છે. વાત એમ બની છે કે આ કથાના હોર્ડિંગ્સને 22 જાન્યુઆરી સુધી મફતમાં લગાવવા માટે સુરત મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં ઠરાવ થયો હતો, પરંતુ 16 જાન્યુઆરીએ આ ઠરાવ પાછો ખેંચીને હવે હોર્ગિંડ પર ચાર્જ વસુલવાની વાત કરવામાં આવી રહી છે.
કથાના હોર્ડિંગ્સમાં ભાજપ નેતાઓના નાના- મોટા ફોટાને લઇને આતંરિક વિવાદ ઉભો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp