BJPમા લોકસભાની ચૂંટણી લડવા માગતા ઉમેદવારો પાસેથી ઉઘરાવાયા પૈસા

PC: livehindustan.com

લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવા સેન્સ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે ભાજપના નિરીક્ષકો મહેસાણાની બેઠક પર સેન્સ લેવા પહોંચ્યા હતા, ત્યારે મહેસાણાની બેઠક પરથી 17 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. આ દેવાદેરી નોંધવામાં વર્તમાન સાંસદ જયશ્રી પટેલ અને કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા ડૉક્ટર આશા પટેલના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

એક રીપોર્ટ અનુસાર મહેસાણાની લોકસભા બેઠક પરથી ટિકિટ વાંચ્છુકોએ સેન્સમાં ભાગ લેવા માટે નાણા આપ્યા હોવાનું વાત સામે આવી છે. ભાજપ દ્વારા દાવેદારી કરનારા તમામ ઈચ્છુક ઉમેદવારો પાસેથી 25,000 રૂપિયા લેવામાં આવ્યા હતા. એટલે કે, જે દાવેદારે સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવો હોય તેમને આજીવન સહયોગ નિધિમાં રૂપિયા 25000 જમા કરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ ટિકિટ વાંચ્છુંકોના સેન્સ લેવામાં આવ્યા હતા.

આ બાબતે નિરીક્ષક તરીકે હાજર રહેલા દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે, અમારી પાર્ટીમાં ઉમેદવારો પાસેથી આજીવન સહયોગ નિધિના પૈસા લેવામાં આવે તેવો કોઈ નિયમ નથી. આ ઉપરાંત એવું પણ બની શકે છે કે, આજીવન સહયોગ નિધિ દર વર્ષે આવતી હોય અને તેને માટે નાણા લેવામાં આવ્યા હોય તો પણ મને ખબર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp