ગોંડલ યાર્ડમાં ભાજપનો વિજય, જીત બાદ જયેશ રાદડિયાએ કહ્યું વિશ્વાસ હતો કે...

PC: bhaskar.com

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગાર્ડ ગોંડલમાં આખરે ભાજપે વિજયવાવટ લહેરાવ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થઈ હતી. નિયમ અનુસાર મત પેટી ખોલીને મતની થપ્પી બનાવીને ગણતરી શરૂ થઈ હતી. જેમાં 586માંથી ભાજપ સમર્થિત ઉમેદવારોને 540 જેટલા વધુ મત મળતા ભાજપ યાર્ડમાં પણ મજબુત સ્થિતિમાં આવ્યું હતું. જયારે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોને 18 મત મળ્યા હતા.

ભાજપે ફરી ગોંડલ યાર્ડમાં ભગવો લહેરાયો છે. આ જીત થતા અગાઉની રાજ્ય સરકારમાં મંત્રી પદે રહેલા જયેશ રાદડિયાની સ્થિતિ આ યાર્ડમાંથી પણ મજબુત થઈ છે. તેથી જયેશ રાદડિયાએ 'ઓલ્ડ ઇઝ ગોલ્ડ'ના નારા સાથે રસ્તા પર બુલેટમાં સવારી વિજયોત્સવ મનાવ્યો હતો. સમર્થકોએ એમના હારતોરા કર્યા હતા. ભાજપ વિજયી થતાંની સાથે જ વિજેતા ઉમેદવારોએ ઢોલી પર રૂપિયાની નોટનો વરસાદ કરી દીધો હતો. જ્યાં એક બાજું તહેવારમાં સરકારે 400 લોકોની મર્યાદા સાથે શેરી ગરબાની છૂટ આપી છે ત્યારે રાજકીય માહોલને આ નિયમ લાગુ ન પડતો હોય એવું ચિત્ર સામે આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓ વિજેતા ઉમેદવારની આજુબાજુ ઘરો વળીને સેલ્ફી પાડી રહ્યા હતા. આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થતા નિયમની અમલવાલી સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે ગોંડલ જાણે કોરોનામુક્ત થઈ ગયું હોય એવા ચિત્રો જોવા મળ્યા છે. વિજેતા ઉમેદવારો, કાર્યકરો અને આગેવાનોએ માસ્ક પણ પહેર્યા ન હતા. આ ઉપરાંત ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું. અહીં નિયમ અને દંડ માત્ર પ્રજા માટે પક્ષ માટે નહીં તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાય છે. હવે ગોંડલમાં તાલુકા પંચાયત, નગરપાલિકા બાદ માર્કેટ યાર્ડ પણ કોઈ વિપક્ષ નથી. ત્રણેય મોટા પાસા પર કોઈ વિપક્ષને સ્થાન મળ્યું નથી. ખેડૂત વિભાગની 10 બેઠકોમાં ભાજપની પેનલને 5183 મત, કોંગ્રેસની પેનલને 199 મત મળ્યા છે.

યાર્ડની ચુંટણીમાં એક મતદારને કુલ 10 મત આપવાનો અધિકાર હોય છે. તે સમાન હોતું નથી. તેથી કુલ 616 મતદારો પૈકી 582 મતદારો એ પોતાનો મત આપ્યો હતો. કુલ 24 મત રદ થયાં હતાં. બે મત નોટામાં ગણાયા હતા. કોંગ્રેસનાં એક ઉમેદવારને માત્ર 14 મત મળ્યા હોવાથી તેની ડીપોઝીટ ડગમગ થઈ છે. આ વખતે એવું મનાય રહ્યું હતું કે, ગોંડલ યાર્ડમાં કોંગ્રેસનું શાસન આવશે પણ એવું થયું નથી. છેલ્લા 25 વર્ષથી ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાજપનું શાસન છે. ભાજપે આ ચૂંટણીમાં તમામ 16 બેઠકો પર વિજય પ્રાપ્ત કરી લીધો છે. જેમાં ખેડૂત પેનલમાંથી ચૂંટાયેલા ભાજપનાં કુરજીભાઈ ભાલાળા-542,નાગજીભાઈ પાંચાણી-533, વલ્લભભાઈ ડોબરીયા-533,ધર્મેન્દ્રસિંહ જાડેજા-528, ગોપાલભાઈ શિંગાળા-533,જગદીશભાઈ સાટોડીયા-521, કચરાભાઈ વૈષ્ણવ-526, ધીરજલાલ સોરઠીયા -497, અલ્પેશભાઈ ઢોલરીયા-518, મનીષભાઈ ગોલને-452 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસનાં ચંદ્રકાંતભાઈ ખુંટ-34, જીજ્ઞેશભાઇ ઉંઘાડ-14,નિમેષભાઈ રૈયાણી-14, નિલેશભાઈ પટોડીયા-34, રાજુભાઇ સખીયા-23, હરેશભાઈ વોરા-18, ભવાનભાઈ સાવલીયા-46,લક્ષ્મણભાઈ સાવલીયા-16 મત મળ્યા હતા. પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ચૂંટણીમાં પણ ભાજપની જીત થશે. રાજકોટ, ધોરાજી અને ગોંડલ યાર્ડમાં ચૂંટણી થતા હર્ષની લાગણી અનુભવી છે. વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ સંઘની 2 બેઠક બિનહરિફ બિનહરીફ થતા ભાજપ શાસન યથાવત રહ્યું છે. કોંગ્રેસ પ્રેરિત પેનલમાંથી ભાલોડી અશ્વિનભાઈ ત્રીકમભાઈએ ખેડૂત પેનલમાંથી ફોર્મ પાછું ખેંચી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp