મુખ્યમંત્રીના મત વિસ્તારમાં ભંગાણ, GSTના કારણે કોંગ્રેસમાં જોડાયા 

PC: indianexpress.com
રાજકોટ માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણી ઉપપ્રમુખ કિશોર દોન્ગા તથા આખી કમીટી સહિત માર્કેટ યાર્ડના વેપારી ડિરેક્ટર વલ્લભભાઈ પટેલ અને કાંતિભાઈ તળપદા સહિત 500 થી પણ વધારે વેપારીઓ કોંગ્રેસ માં જોડાયા છે. 
આજે માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશનનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલું જેમાં રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ ઇન્દ્રનીલ રાજગુરુ ઉપપ્રમુખ મિતુલ દોન્ગાની હાજરીમાં વિધિવત રીતે કૉંગ્રેસના ખેસ ધારણ કરી ને કૉંગ્રેસ માં જોડાયા છે. જેનાથી ભાજપને મોટો ફટકો પડ્યો છે. 
 
વેપારીઓને મૂંઝવતા પ્રશ્નો જેવા કે GST તેમજ નોટબંધીમાં પડતી મુશ્કેલીઓ સરકાર દ્વારા સાંભળવામાં નથી આવતી તેના લીધે કોંગ્રેસ સાથે જોડાવા નો નિર્ણય લીધો છે. 
અતુલ કમાણીના જણાવ્યા અનુસાર માર્કેટ યાર્ડ સાથે જોડાયેલા તમામ વેપારીઓ તેમજ મજૂર વર્ગે કહ્યું કે વધુમાં વધુ મતદાન કોંગ્રેસના ઉમેદવાર તરફી કરાવીને કોંગ્રેસના ઉમેદવારને જીત અપાવીશું. 
વધુમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારીઓ તેમજ મજૂરો રાજકોટ શહેરની ત્રણેય વિધાનસભા તેમજ રાજકોટ ગ્રામ્ય માથી આવતા હોવા થી અમારા મતદાનની અસર જરૂર દેખાશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp