ધંધુકા-ફેદરા હાઈવે પર ઝેરી ગેસ ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ સાથે આગ, હાઈવે પર નાસભાગ

PC: news18.com

રાજ્યના ધંધુકા હાઈવે પર ફેદરાના હરિપુરના પાટિયા પાસે રવિવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ગાંધીધામથી ઝેરી ક્લોરાઈન ભરીને આવી રહેલો ટ્રક ધડાકા સાથે અથડાતા આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતને કારણે ધંધુકા હાઈવે પર હરિપુરના પાટિયા પાસે નાસભાગ મચી ગઈ હતી. થોડા સમય માટે વાહનોનો ટ્રાફિક પણ જોવા મળ્યો હતો. આગની જ્વાળા એટલી ભયાનક હતી કે, ત્યાં આ ઘટના જોનારાઓના પણ થોડા સમય માટે હોંશ ઉડી ગયા હતા.

ધંધુકાના ફેદરા-તારાપુર હાઈવે પર આ ઘટના બની હતી. ગાંધીધામથી ઝેરી ક્લોરાઈન ભરીને એક ટ્રક વડોદરા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન કોઈ કારણોસર ટ્રકમાં આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઈ હતી. આગ લાગતા જ આકાશમાં ધુમાડાંના મોટા-મોટા ગોટા જોવા મળ્યા હતા. આ દરમિયાન અનેક વખત આગની જ્વાળા વચ્ચે ધડાકા થતા આસપાસમાં રહેલા લોકો પણ ચોંકી ગયા હતા. જે સમયે આ બ્લાસ્ટ થયો ત્યારે હાઈવે પરથી અન્ય વાહનો પણ પસાર થઈ રહ્યા હતા. આગની જાણ થતા જ ધંધુકા પોલીસ તથા ફાયરની ટીમ હાઈવે પર ઘટના સ્થળે દોડી આવી હતી. સમયસર આગને કાબુને લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.

ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જેથી હાઈવે પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. જોકે, આસપાસ રહેલા વાહનોને એક મોટું નુકસાન થયું હોવાની ભીતિ સેવાય રહી છે. જ્યારે આ ટ્રકનો કુડચો બોલી ગયો હતો. ટાયર ફાટી ગયા હતા. થોડા સમય માટે રસ્તા પર વાહનો થંભી ગયા હતા. જેના કારણે વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. ક્લોરિન ઝેરી ગેસ છે. જેના કારણે આંખ અને નાકમાં બળતરા થાય છે. આવી કોઈ ઘટના બને ત્યારે ભીનું કપડું મોઢે બાંધવું જોઈએ. આ પ્રકારના ગેસનો ઉપયોગ ફેક્ટરીમાં ગંદુ પાણી સાફ કરવા માટે થાય છે. આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી. તેથી તંત્રએ તથા પોલીસ ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. ગેસની અસર દૂરના વિસ્તાર સુધી પ્રસરે નહીં એ માટે ફાયરની ટીમે ખૂબ જહેમત ઊઠાવી હતી. થોડા સમય બાદ હાઈવે ફરી શરૂ કરી દેવામાં આવ્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp