બોટાદના ડૉક્ટરનું અનોખુ નિદાન, Golden Book Recordsમાં નામ નોંધાવ્યું

PC: news18.com

કહેવાય છે કે, મન હોય તો માળવે જવાય. આ કહેવતને ગુજરાતના બોટાદના એક હોમિયોપેથી ડોક્ટરે સાબિત કરી છે. પથરી એક એવી બીમારી છે, જેનું દર્દ અસહ્ય અને નિદાન ખર્ચાળ અને સમય માંગી લે છે. આવા સમયે બોટાદના નિરામય હોમિયો કેરના જિગ્નશભાઈ હડિયલે માત્ર હોમિયોપેથીની દવા આપીને સફળ નિદાન કર્યું છે.

ડૉ જિગ્નેશએ ઓપરેશન વગર કિડનીમાંથી પથરી કાઢવાનો રેકોર્ડ પોતાના નામે કરી સમગ્ર દેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. અગાઉ આ રેકોર્ડ ઈન્દોરના ડોક્ટરના નામે હતો, જેણે 11/6 mmની પથરી નીકાળી હતી.

ડૉ જિગ્નેશ BHMSનો અભ્યાસ કરીને બોટાદમાં હોમિયોપેથીનું ક્લિનીક ચલાવી પથરીના દર્દીઓની સારવાર કરે છે. તેઓ અત્યાર સુધીમાં 2000થી વધુ દર્દીઓને પથરીની સારવાર આપી ચૂંક્યા છે. અગાઉ બોટાદના લાઠીદળ ગામના દર્દીની પેશાબનળીમાંથી 20/10 mmની પથરી વગર ઓપરેશને નીકાળી, તેમણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મેળવ્યું છે.

આ અંગે ડો જીગ્નેશે પોતાની તમામ સફળતાનો શ્રેય માતા-પિતાને આપ્યો છે. ડો જીગ્નેશે જણાવ્યું કે, આગામી સમયમાં એવું સંશોધન કરવું છે કે, દર્દીને એકવાર પથરી થયા બાદ, બીજીવાર પથરી જ ના થાય. હાલ તો ડૉ જીગ્નેશે બોટાદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp