માની મમતા ન મળતા બાળક મૃત્યુને ભેટ્યું, જન્મતાની સાથે જ માએ તરછોડ્યું બાળક

PC: abpasmita.abplive.in

માતાની મમતા ન મળતા અમદાવાદના એક વર્ષના માસુમ બાળક રુદ્રનું બ્રેઈન ડેડ થઈ જતા તેનું મૃત્યુ થઈ ગયું છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે રુદ્રની માતા તોરલ પટેલ તેના દિકરાના જન્મના ત્રણ દિવસ બાદ જ તેના દિકરાને મૂકીને પિયર જતી રહી હતી. માતાનો પ્રેમ, મમતા અને દુધ ન મળતા કુપોષણના શિકાર રુદ્રનું મૃત્યુ થયું છે. જ્યારે તોરલ પટેલનું કહેવું છે કે તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. તોરલે ફરિયાદ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાંથી આજે તેને જામીન પર મુક્તિ આપવામાં આવી છે.

તોરલને ઘનશ્યામ પટેલના ઘરમાં એક દિકરી બાદ દિકરાનો જન્મ થયો હતો. દીકરાના જન્મના તરત જ બાદ તે ઘર છોડીને જતી રહી હતી. ઘનશ્યામ પટેલને તેના પરિવારજનોએ જણાવ્યું છે કે અમે વોટ્સ અપ, મિડીયેટર અને રૂબરુ જઈને તેને ઘરે પાછી લાવવાની ખૂબ કોશિશ કરી પણ તે અમારી સાથે સહમત થઈ ન હતી. રુદ્રને અન્નનળી ન હોવાથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp