જસદણ યાર્ડમાં એજન્ટોનો આતંક: ₹ 800ની મગફળીનું 1 હજારમાં ટેકાના ભાવે વેચાણ

PC: dnaindia.com

જસદણમાં યાર્ડના જ બે એજન્ટો દ્વારા છેતરપીંડી કર્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં તે ખેડૂતો પાસે રૂ.800ના ભાવે મગફળી ખરીદતા હતા અને રૂ.1000ના ટેકાના ભાવે તેઓ વેચતા હતા. જોકે પોતાની આ કારસ્તાનની લોકોને જાણ થઇ થતાં તેઓ નાસી છૂટ્યા હતા.

જોકે આ અંગેની જાણ પ્રાંત અધિકારીને થતા, તે તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા હતા. જોકે તે પહેલા જ બન્ને પેઢીના સંચાલકો નાસી છૂટ્યા હતા. જોકે કોઇ ખેડૂત તે મગફળી લેવા ન આવતા કાર્યવાહી કેમની કરવી તે અંગે પણ ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે. પ્રાંત અધિકારીના જણાવ્યા અનુસાર, જે ટ્રેક્ટર પડ્યું છે તેના માલિક અંગે તપાસ કરવામાં આવશે. તેમજ તે મગફળી કોની અને ક્યાંથી લાવવામાં આવી છે? તે અંગે પણ તપાસ કરવામાં આવશે.

જસદણના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે દુકાનનં S-1માં તુલસી એન્ટરપ્રાઇસના નામની પોતે પેઢી ધરાવતા કમિશન એજન્ટના માલિક કલ્પેશ કાનાણી ખેડૂતો પાસેથી સસ્તા ભાવે મગફળી ખરીદી જૂના માર્કેટ યાર્ડમાં વેચવા જઇ રહ્યાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે તપાસ કરતા માલૂમ પડ્યું કે, ખેડૂતો જોડેથી સસ્તા ભાવે ખરીદવામાં આવેલ મગફળીને જૂના માર્કેટ યાર્ડમાં વેચવામાં આવી રહી હતી. જોકે આ બનાવમાં ઉંડાણમાં ઉતરતા પોતે કમિશન એજન્ટે ખુદજ આ મગફળીને નવા માર્કેટિંગ યાર્ડમાં યેકાના ભાવે વેચવા આયા હોવાની કબૂલાત કરતા સમગ્ર કૌભાંડ પરથી પડદો ઉછ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp